કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી થઇ શકે છે આ બીમારી, તેનાથી બચવા આટલું કરી લો…

હાલમાં કોરોનની મહામારી ચાલી રહી છે, તેવામાં કેટલાય લોકો કોરોનાની બીજી અને ઘાતકી લહેરમાં સપડાઈ ગયા છે. કોરોનાનો પોઝિટિવ આવ્યા પછી નેગેટિવ રિપોર્ટ આવે ત્યારબાદ નેગેટિવ આવેલા વ્યક્તિઓને શારીરિક નબળાઈ, થોડુંક કામ કરે તો પણ થાક લાગી જતો હોય છે, ઝાડા થઇ જતા હોય છે, સુગર લેવલ કન્ટ્રોલમાં ના હોય, ઓક્સિજન લેવલના અભાવને કારણે કિડની અને અસ્થમાની બીમારી ઘર કરી ગઈ હોય.

તેમ જ ડિપ્રેશનની સ્થિતિ થઇ ગઈ હોય, તેમ જ ઓક્સિજન મગજ અને શરીરના અંગો સુધી પહોંચવું જોઈએ તે નથી પહોંચતું અને લોહી પણ શરીરમાં સરખી રીતે નથી પહોંચી શકતું આટલી તકલીફો તો થતી જ હોય છે

અને તેને પહોંચવા માટે તમારે દિનચર્યા બદલવાની છે. રાત્રે તાંબાના લોટામાં પાણી ભરીને મુકીદો અને તેની માટે સવારે નરણા કોઠે આ પાણી પી લેવાનું છે અને તેનાથી શરીરમાં રહેલી કમજોરી દૂર થઇ જશે. જે લોકોને કફની સમસ્યા હોય તે લોકોએ આ પ્રયોગ ના કરવો જોઈએ.

તમારે બપોરના સમયે પ્રોટીનથી ભરપૂર દહીં ખાવાનું છે અને સાંજે ગાયનું દૂધ પીવાનું છે. તેની સાથે સાથે દિવસ દરમિયાન બને તેટલું વધુ પ્રકારના કેલ્શિયમ અને પ્રોટીન વાળો ખોરાક ખાવો જોઈએ.

તેમજ સવારે અડધો કલાક સુધી સૂર્યના પ્રકાશમાં બેસવાનું છે. તેની સાથે સાથે લીમડાના ગળાનો ઉકાળો પણ પીવાનો છે અને નાસ પણ લેવાનો છે. જેથી કરીને ફેફસામાં લાગેલું ઇન્ફેક્શન પણ દૂર થઇ જાય છે. આખો દિવસ દરમિયાન બને તેટલું હૂંફાળું જ પાણી પીવું જોઈએ.

બપોરના સમયે લીલા શાકભાજી અને કઠોળ ખાવાનું રાખો, તેમ જ ગાજર અને બીટનો જ્યુસ પીવાનું રાખો જેથી આવા સમયે તમારું હાર્ટને મજબૂત બનાવીને કમજોરી દૂર થાય છે અને લોહતત્વ વધે છે. એક વાર નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

error: Content is protected !!