દરેક ભિખારી પૈસાના ભૂખ્યા નથી હોતા, આ કહાની સાંભરીને તમને પણ નવાઈ લાગશે…
હાલ સમગ્ર દેશભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, જેમાં કોરોનાની સપેડમાં કેટલાય લોકો આવી ગયા છે અને લોકોંને હાલ હોસ્પિટલની બહાર મોટી લાઈનો પણ જોવા મળી રહી છે. તેની વચ્ચે લોકો મદદ કરવાની માટે આગળ આવી ગયા છે. આ કોરોના કાળમાં લોકો પૈસા કમાવવાની માટે ખુબ જ મહેનત કરે છે.
હાલમાં કાળાબજારી એટલી વધી ગઈ છે કે, જેનાથી લોકોને નાની વસ્તુના પણ મોટા પૈસા આપવા પડે છે અને તેથી જ હાલ લોકો ખુબ જ કંટારી ગયા છે. કેટલાક એવા માનવતાના કિસ્સાઓ જોવા મળતા હોય છે, તેવો જ એક કિસ્સો અમદાવાદનો છે અહીંયા એક ભિખારીને એક ભાઈએ પૈસા આપવાની વાત કરી તો આ ભિખારીએ તરત જ ના પડી દીધી હતી.
આ કાર વાળા ભાઈએ જયારે કીધું કે આ પૈસા લઇલો અને કંઈક ખાઈ લેજો ત્યારે ભિખારીએ સરસ જવાબ આપ્યો હતો અને કીધું હતું કે, મેં હમણાં જ ખાઈ લીધું છે મને જમવાનું મળી ગયું છે એટલે આ પૈસાની કોઈ જરૂર નથી. તેની સાથે સાથે આ ભિખારીના ચહેરાની ઉપર એક સ્મિત હતી, અને તેની ગરીબીનું તેને કોઈ દુઃખ જોવા નહતું મળતું.
આ વિડિઓ હાલમાં સોશિયલ મીડિયાની ઉપર વાયરલ થઇ રહ્યો છે અને આ પૈસા આપનાર વ્યક્તિ એવું કહી રહ્યો છે કે, મહાવીર જયંતિ છે એટલે આ પૈસા લઇલો. ત્યારબાદ તે ભિખારીએ પૈસા લીધા હતા
અને આવી સ્થિતિમાં એક ખરેખર માનવતાનું ઉદાહરણ તેને પૂરું પણ પડ્યું હતું. આ કાર વાળા વ્યક્તિએ ભિખારીને એવું પણ પૂછ્યું હતું કે, તમારે બીજું કઈ જોઈએ છે તો આ ભિખારીએ ના પડી હતી. આવી સ્થિતિમાં આ ભિખારીએ એક માનવતા અને ઉદ્ધતાનું ઉદાહરણ પૂરું પડ્યું હતું.