જો આપણામાં કોઈ પત્ની કે પતિને અન્ય વ્યક્તિ સાથે પ્રેમ થઇ જાય તો તેમના છૂટાછેડા લઈને અલગ થઇ જાય છે, પણ આ યુવકે તેની પત્નીને અન્ય યુવક સાથે પ્રેમ થઇ જતા ધૂમધામથી લગ્ન કરાવી દીધા…

પ્રેમ આંધળો હોય છે, તે ગમે તે વ્યક્તિને ગમે ત્યારે થઇ જતો હોય છે. તે ઉંમર કે નાતી કઈ જ જોતો નથી. આ દુનિયામાં એવા કેટલાય પ્રેમ-પ્રકરણના કિસ્સાઓ બનતા જ હોય છે અને તે કિસ્સાઓ એટલા જોરદાર હોય છે કે તમને સાંભળતાની સાથે જ કંઈક નવાઈ લાગશે. હાલમાં એવા કેટલાક કિસ્સાઓ આપણી આજુબાજુએ થતા જ હોય છે.

તેવો જ એક કિસ્સો બિહારના છપરામાં એક પિક્ચર જેવો કિસ્સો બન્યો છે, જેમાં એક વ્યક્તિએ તેની પ્રેમિકા સાથે લવ મેરેજ તો કરી લીધા અને લગ્ન જીવન તેઓ જીવી રહ્યા હતા.

તેવામાં જ પત્નીને કોઈ અન્ય યુવક સાથે પ્રેમ થઇ ગયો અને આ વાતની જાણ પતિને થઇ ત્યારે આ પતિએ તેની પત્નીના લગ્ન એ અન્ય યુવકની સાથે લગ્ન કરાવી દીધા હતા.

આ પતિનું એવું કહેવું છે કે, તેની પત્નીની ખુશીમાં જ મારી ખુશી છે, તે હંમેશા ખુશ રહે તે માટે જ મેં તેના લગ્ન તેને જે વ્યક્તિ ગમતો હતો તેની સાથે કરાવી દીધા છે. જયારે તેની પત્નીને પૂછવામાં આવ્યું

તો તે એવું કહે છે કે અમને કોઈ તકલીફ નથી હવે અને હું મારા આ અન્ય લગ્ન સાથે ખુશ જ છું. આ યુવકને પૂછ્યું તો તેને એવું કહ્યું કે હું પણ હવે મારા નવા લગ્ન કરીશ.

error: Content is protected !!