મૃત્યુ પામેલ આ વ્યક્તિ આવી રીતે જીવીત થયો, તે તેનો આ જીવિત થવાના ચમત્કારને ભોલેનાથનો ચમત્કાર જણાવે છે…

આ દુનિયામાં અત્યારે કલિયુગ ચાલી રહ્યો છે, પણ દેવી-દેવતાઓને ચમત્કારો આજે પણ બનતા જ રહે છે. તેવામાં એક એવો જ કિસ્સો બહાર આવ્યો છે જેને જાણીને તમે પણ હેરાન થઇ જશો.

એક પરિવાર જેમાં ઘરના વડીલનો જન્મ યુપીના એક નાનકડા ગામમાં થયો હતો. આ ગામ એટલુ નાનું હતું કે અહીંયા ભણવા માટે પણ કોઈ પૂરતી સુવિધાઓ નહતી. તેથી આ ભાઈ જેમનું નામ પ્રવીણભાઈ હતું તેઓ ભણવાની માટે દિલ્હી શહેરમાં ગયા હતા.

ત્યારબાદ ઘણી મહેનત કરીને પ્રવિણભાઈને એક સરકારી નોકરી મળી ગઈ, પછી પ્રવીણભાઈએ તેમના દીકરા પ્રવેશને ફોરેન સેટલ કરી દીધો અને તેમની દીકરીને પરણાવી દીધી.

પ્રવિણભાઈએ ભોલેનાથના મોટા ભગત હતા તેઓ આખોદિવસ ભગવાન ભોલેનાથનું નામ જ લેતા હતા. તેની સાથે સાથે ગરીબ છોકરાઓની પણ મદદ કરતા હતા. તેઓ તેમના દીકરા પ્રવેશને એવું કહેતા હતા કે હું ભગવાન ભોલેનાથની સાથે વાતો કરું છું. આ વાત તેમનો દીકરો ટાળતો હતો.

એક વાર એમના ઘરે ભોલેનાથની પૂજા રાખી હતી, જેથી આ દીકરો ફોરેનથી ઘરે આવ્યો હતો. ત્યારબાદ તેના પિતા પૂજા કક્ષમાં ભગવાન શિવની પૂજા કરતા હતા. તેમનો દીકરો તેમની પાસે ગયો તો આ પ્રવિણભાઈએ એવું કહ્યું હતું કે, મારે હવે પરલોકમાં જવાનું છે.

ભગવાન શિવ સાથે મારે વાત થઇ છે. તેની પહેલા તારે મારુ એક કામ કરવાનું છે પેલી જમીન છે આપડી તેમાં અનાથ આશ્રમ બનાવીને અનાથ બાળકોને સાચવજે. પ્રવેશે હા કહીને પૂજા કક્ષમાંથી બહાર આવી ગયા.

ત્યારબાદ થોડી જ વારમાં પ્રવિણભાઈએ શરીર છોડી દીધું અને પરલોકમાં જતા રહ્યા, તેમનું શરીર ગરમ હતું અને રાત્રિનો સમય હતો તેથી તેમને ઘરે જ રાખ્યા હતા. ત્યારબાદ તેમની અંતિમ વિધિની તૈયારી કરી દીધી તેના ૧૨ કલાક પછી, અચાનક તેમની દીકરીએ તેમની આંગળી હલતી જોઈ. તેની પલભરમાં જ પ્રવીણભાઈ ઉભા થઇ ગયા અને સીધા પૂજા કક્ષમાં જતા રહ્યા. ત્યારબાદ તેમના દીકરાને પ્રવિણભાઈએ એવું કીધું કે,

મને ભગવાન શિવે પાછો મોકલ્યો છે કેમ કે, તને લાલચ આવી હતી તું અનાથ આશ્રમ બનાવવાનું કહ્યું એ જગ્યા વેચીને ફોરેનમાં સેટલ થવાનું વિચારતો હતો. તેથી મને ભોલેનાથે અહીંયા પીછો મોકલ્યો છે.

error: Content is protected !!