કોરોનામાં એકબાજુ લોકો માનવતા ભૂલી રહ્યા છે. એવામાં એક ચોરે માનવતાનું ઉત્તમ ઉદાહરણ બેસાડીને લોકોનું દિલ જીતી લીધું.

કોરોનના વધતા જતા કેસોને જોતા ઘણી જગ્યાએ માનવતાને પણ શરમાવે એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે.કોરોનાની સારવારમાં ઉપયોગી નીવડતા એવા રેમડેસવીર ઈન્જેકશનની કાળાબજારી સામે આવી છે.

પણ હાલ એક ચોરનો કિસ્સો બહાર આવ્યો છે કે જેને લોકોનું દિલ જીતી લીધું છે.હરિયાણાનાની એક હોસ્પિટલમાંથી એક હેરાન કરે એવો ચોરીનો કિસ્સો સામે આવ્યો છે.

આ હોસ્પિટલમાંથી મોડી રાતે કોરોના વેક્સિનના ઘણા ડોઝ ચોરી થઇ ગયા હતા.આ ડોઝ ચોરી કરનાર ચોરે પોલીસ સ્ટેશન પાસેની એક ચા ની દુકાનવાળાને આ વધી વેક્સીન પાછી આપી ગયો હતો

અને આની સાથે એક ચિઠ્ઠી પણ આપીને ગયો હતો.આ ચિઠ્ઠીમાં તેને એવું લખું હતું કે મને ખબર ન હતી કે આ કોરોનાની દવા છે મને માફ કરજો.આ ઘટનાની જાણકારી પોલીસે આપી હતી.

આ ચોરે પોલીસ સ્ટેશનની સામેની એક ચા ની દુકાનમાં બેઠેલા વ્યક્તિને આ વેક્સીન આપી હતી અને કહ્યું હતું કે આમા જમવાનું છે.આ બેગ આપીને ચોર ત્યાંથી ફરાર થઇ ગયી હતો.

આ બેગ ખોલતા જ પોલીસને કોરોના વેક્સીનના 440 ડોઝ મળ્યા હતા અને તેની સાથે ચોરે લખેલી ચિઠ્ઠી પણ મળી આવી હતી.પોલીસનું માનવું છે કે રેડમીસવીર ઈન્જેકશનની જગ્યા કે કોરોના વેક્સીન ચોરી ગયો હતો.હાલ પોલીસને આ ચોર વિષે કોઈ જાણકારી મળી નથી.

error: Content is protected !!