સલામ છે આ યુવકને જે મૃતક વ્યક્તિના સબંધી બનીને નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યો છે…

કોરોનાએ કાળો કહેર વરસાવ્યો છે, જેમાં કેટલાય લોકોના મૃત્યુ થાય છે. આવી કપળી પરિસ્થિતિમાં કેટલાય લોકો, સંસ્થાઓ મદદે પણ આવી હતી. જેમાં જૂનાગઢના માણાવદરનો આ યુવાન જેનું નામ મેહુલ મારુ છે,

અહીંયા શહેરના સ્મશાનમાં ૫ થી ૧૦ ડેડ બોડી દિવસની અહીંયા આવે છે. જો કોરોનાથી યુવકનું મૃત્યુ થયું હોય તો, તેને સ્મશાને લઇ જવામાં લોકો ડરતા હોય છે. તો આવી સ્થિતિમાં આ યુવક મેહુલ ભાઈ જાતે જ લાકડા ગોઠવે છે અને જો ત્યાં કોઈ ના હોય તો, અગ્નિ દાહ પણ આપે છે.

મેહુલભાઈ અનેક મૃતકોને અગ્નિ દાહ આપીને બીજા લોકોને હિંમતવાન બનાવવાનું કામ પણ કરે છે. મેહુલભાઈ એવું કહે છે કે, કેટલીય વાર મૃતકનો પરિવાર સાથે નથી હોતો અને તેથી અમે તેમનો અગ્નિ દાહ પણ કરીએ છીએ.

તેમ જ જૂનાગઢ સિવિલમાં ૫૦૦ થી ૬૦૦ જેટલા થેપલા દર્દીઓને આપતા હતા. મેહુલભાઈ માણાવદરની સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં પણ તેઓ સેવા આપે છે અને નગરપાલિકાની એમ્બ્યુલન્સમાં પણ તેઓ સેવા આપે છે.

મેહુલભાઈએ ઓછામાં ઓછી ૭૦ જેટલા કોરોનાના મૃતકોની બોડીને અગ્નિ દાહ આપ્યો છે. કોઈ દર્દીને તાત્કાલિક દવાખાને લઇ જવા હોય કે, કોઈ સેવાકીય પ્રવૃત્તિ કરવાની હોય હંમેશા મેહુલભાઈ તૈયાર જ હોય છે. જો સ્મશાનના કર્મચારી રજા ઉપર હોય તો, મરણની નોંધ બુકમાં પણ મેહુલભાઈ જાતે જ કરે છે. તેમજ અસ્થિ ભરીને એક ખાનામાં ગોઠવી દે છે.

error: Content is protected !!