પોતાની કંપનીના પ્યુનની વાત સાંભળીને માલિકની આંખો ખુલી ગઈ, તરત જ પોતાના પિતાજીને વૃદ્ધાશ્રમમાંથી લઇ આવ્યો…

આ દુનિયામાં મા-બાપને સમજ્યા વગર જ દીકરાઓ તેમને વૃદ્ધઆશ્રમમાં મૂકી આવે છે. તેવો એક કિસ્સો જેને સાંભળતાની સાથે કેટલાય લોકોના પથ્થર જેવા દિલ પણ પીગળી જશે. આ વાતમાં એક પિતાજી જેમનું નામ રમણલાલ હતું જે સરકારીમાં ઉચ્ચ હોદ્દાની નોકરી કરતા હતા,

તેઓના રિટાર્યડ થયા પછી થોડા જ મહિનામાં તેમની પત્નીનું મૃત્યુ થઇ ગયું હતું. રમણલાલ અને દીકરા ભૂપેશ વચ્ચે અંતર વધતું ગયું. રમણલાલે તેમનો બંગલો તેમના દીકરાના નામે ચડાવી દીધો હતો.

રમણલાલના મિત્રો તેઓને એવું કહેતા હતા કે, એવું ના કરીશ તો રમણલાલ એવું કહેતા હતા કે મને મારા દીકરા ઉપર પૂરો વિશ્વાસ છે. થોડાક જ સમયમાં પરિવારના ઝગડાઓને લીધે વૃદ્ધાશ્રમમાં જવું પડ્યું હતું.

તેમની ઉંમરની સાથે સાથે આંખોમાં અંધકાર આવતો હતો, જે દિવસે તેમનો જન્મ દિવસ હતો તેથી તેમને વૃદ્ધાશ્રમમાં મળવા માટે તેમનો દીકરો આવવાનો હતો જેથી તેઓ દરવાજાની બહાર આવીને ઓટલા ઉપર બેસ્યા હતા. તેમનો દીકરો તેમને દિવાળી અને જન્મદિવસ પર જ મળવા આવતો હતો.

દીકરો આવ્યો તો ખરો પણ ગાડીમાંથી નીચે પણ ના ઉતર્યો જેથી રમણલાલે તેમની તકલીફ વિષે કહ્યું કે મને આંખે ઓછું દેખાય છે. ભૂપેશે કહ્યું હવે આટલી ઉંમરે તમારે ક્યાં જવું છે શાંતિથી ભગવાનનું નામ લઈને અહીંયા બેસી રહો,

એવું હશે તો કાલે કોઈ માણસ આવશે અને તમને કેમ્પમાં ચેકઅપ કરાવવા લઇ જશે. આટલું કહી ભૂપેશે કહ્યું હું જાઉં છું મારે ઓફિસ જઈને જમવા માટે સાસરીમાં જવાનું છે, એટલું કહીને ભૂપેશ ત્યાંથી નીકળી ગયો હતો. ત્યારબાદ ઓફિસ ગયો અને પ્યુનને બોલાવ્યો ત્યારે એક કર્મચારીએ કહ્યું તે રજા લઈને તેની માતાને લઈને દવાખાને ગયો છે, તરત ભૂપેશ ગુસ્સે થઇ ગયો હતો.

ત્યારપછી તે જમવા તેની સાસરીમાં નિકર્યો અને તેને રસ્તામાં તેમનો પ્યુન દેખાયો એટલે ગાડી ઉભી રાખી પછી તે પ્યુને હાથ જોડીને કીધું સાહેબ મારા માતા અને પિતા બીમાર હતા જેથી તેઓને દવાખાને લઇ ગયો હતો.

મારી માટે મારા માતા-પિતા વિશિષ્ઠ હું બીજું કઈ નથી માનતો એટલું કહીને ત્યાંથી જતો રહ્યો હતો. પછી ભૂપેશની આંખો ખુલી ગઈ તેને ગાડી સીધી વૃધાશ્રમમાં લઇ ગયો ત્યાં જઈને તેના પિતાને જોઈને ખુબ રડ્યો હતો, અને તેની પત્નીને ફોન કરીને પણ કઈ દીધું હતું, હું પપ્પાને લઈને ડોક્ટર પાસે જવાનો છું અને સાંજે આવીશ. એટલું કહીને આ દીકરો તેના પપ્પાને તેના ઘરે પાછા લઇ આવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!