યુવકને મુખ્યમંત્રીનો કોમેડી વિડીયો બનાવવો ભારે પડી ગયો, અત્યારે પછતાઈ રહ્યો છે. તમે પણ આવું ના કરતા નઈ તો પછતાવાનો વાળો આવશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીના સ્પીચના વિડીયો સાથે ચેડાં અને મજાક ઉડાવનાર વિડીયો સોસીયલ મીડિયા પર આ પોસ્ટ પોસ્ટકરનાર યુવકને ક્રાઇમબ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવ્યો છે.
ક્રાઇમબ્રાન્ચનાં PI ના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રીની સ્પીચ સાથે ચેડાં કરીને વાઇરલ કરાઈ હતી. આ વિડીયો પ્રદીપ નામના યુવકે તેના દ્વારા બનાવેલા એક સોસીયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવી હતી.
આ વિડીયો બનાવીને મુખ્યમંત્રીની મજાક ઉડાવવા પર આ યુવકની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણવ્યા અનુસાર આરોપી પ્રદીપ DJ નો ધંધો કરે છે અને ફેમસ થવા માટે તેને આ કૃત્ય કર્યું હતું. આ યુવકે બીજા ઘણા ગુજરાતી નેતા ઓના પણ કોમેડી વિડીયો બનાવીને સોસીયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા.
આ યુવકે મુખ્યમંત્રીના એક ભાષણને મેડોનલ કંપનીને મુદ્દો બનાવીને એડિટ કરીને પોતાના સોસીયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો અને જોત જોતા માં આ વિડીયો વાઇરલ થઇ ગયો હતો
અને લોકો આની પર કોમેન્ટ કરી રહ્યા હતા. આ વીડિયોથી તેને મુખ્યમંત્રીની મજક ઉડાવવાની કોશિશ કરી હતી. પોલીસ દ્વારા આ વીડિયોની તાપસ કરીને પ્રદીપ નામના યુવકની ધરપકડ કરવામાં આવી હતી.