અમેરિકાના છોકરાને ગામડાની છોકરી સાથે પ્રેમ થઇ ગયો, તો લગ્ન કરવા માટે ભારત એકલો જ આવી ગયો.

પ્રેમ આંધળો હોય છે. જયારે કોઈની સાથે સાચો પ્રેમ થઇ જાય ત્યારે નાત, જાત, રૂપ રંગથી કોઈ ફરક નથી પડતો. આવી જ એક ઘટના રાંચીથી સામે આવી છે જેમાં અમેરિકાના એક છોકરાને રાંચીની એક છોકરી સાથે પ્રેમ થઇ જતા તે લગ્ન કરવા માટે ભારત આવી ગયો અને બંને ભારતીય પરંપરા મુજબ લગ્ન કરી લીધા. છોકરીના માતા પિતા આ લગ્નથી ખુબજ ખુશ છે.

છોકરીનું નામ શીરીન છે. તે રાંચીના એક ગામની રહેવાસી છે. તેને રયાન નામના અમેરિકી છોકરા સાથે લગ્ન કર્યા છે. આ બંને કલાકાર છે અને બંને ફેસબુક પર મળ્યા હતા. એકબીજા સાથે વાતો થવા લાગી.

વિચાર મળતા બંનેની આંખો એક બીજા સાથે મળી ગઈ અને એક બીજાના પ્રેમમાં પડી ગયા. છોકરી કલાકાર હોવાથી રયાનને શીરીન સાથે પ્રેમ થઇ ગયો હતો.

રયાનને ભારતીય લોકો અને કલાથી ખુબજ લગાવ હતો અચાનક બંનેની મુલાકાત ફેકબુક પર થઇ અને બંનેને એક બીજાની સાથે 1 વર્ષ સુધી વાતો કરી અને પ્રેમ થઇ ગયો અને લગ્ન કરવાનું નક્કી કરી લીધું.

લગ્નનું નક્કી થતા જ રયાન અમેરિકાથી ભારત દડતો દોડતો આવી ગયો. શીરીનના માતા પિતા વિદેશી જમાઈ મળવાથી ખુબજ ખુશ છે. આ બંનેના લગ્ન જોવા માટે આખું ગામ ઉમટી પડ્યું હતું. માતા પિતા પોતાની દીકરી અમેરિકામાં રહેશે આ વાતથી ખુબજ ખુશ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!