આ વ્યક્તિ કિંજલ દવેના ફોટાની રોજ પૂજા કરતા હતા, તેમને યાદ કરીને કિંજલ દવે કેમ રોઈ પડ્યા.

ગુજરાતના લોકપ્રિય સિંગર કિંજલ દવેને તો તમે જાણતા જ હશો. કિંજલ દવેના ગુજરાતમાં લાખો ચાહકો છે. કિંજલ દવે તેમના ફેનને દરેક વાત સોસીયલ મીડિયા દ્વારા શેર કરતા હોય છે. તાજેતરમાં જ કિંજલ દવેના નાની દેવલોક પામ્યા છે. તેથી કિંજલ દવેના ઘરમાં હાલ શોકનો માહોલ છે.

કિંજલ દવેએ થોડા દિવસે પહેલા જ તેમના નાની ના ખબર અંતર પૂછવા માટે વિડીયો કોલ પણ કર્યો હતો પણ તેમને શું ખબર કે આ વિડીયો કોલ તેમના જીવનનો છેલ્લો વિડીયો કોલ હશે.

આ પછી કિંજલ દવેએ તેમના થોડા ફોટા પણ સોસીયલ મીડિયા પર શેર કર્યા હતા. તેમને પોતાનો એક ફોટો શેર કરીને લખ્યું હતું કે મારા નાની મારા આ ફોટાને મંદિરની બાજુની દીવાલ પર ચોંટાડીને રાખતા હતા.

જયારે તે સવાર સાંજ ભગવાનની પૂજા કરતા ત્યારે ભગવાનની પૂજા અને ચાંદલો કરતા એમ મારા ફોટાને પણ દરરોજ પૂજા અને ચાંદલો કરતા હતા. વિચારો કે જે મારા ફોટાને આટલો પ્રેમ કરતા હોય એ મને કેટલો પ્રેમ કરતા હશે.

કયારેક મનમાં વિચાર આવે કે કોઈ આપણને આટલો નિસ્વાર્થ પ્રેમ કઈ રીતે કરી શકે. ત્યારે અંતમાં કિંજલ દવે એ લખ્યું હતું કે નાની તમે જતા રહયા અને મારી ફોટો દીવાલ પર એમજ ચોંટેલો રહી ગયો હવે મારા ફોટાને ચાંદલો કોણ કરશે અને તમારા જેવો પ્રેમ મને કોણ કરશે.

error: Content is protected !!