ભરૂચનો આ યુવાન અનોખી ખેતી કરીને લાખોની કમાણી કરી રહ્યો છે.

ભરૂચમાં એક યુવાન પોતાના ખેતરમાં એક અનોખી ખેતી કરી રહ્યો છે.આ યુવાનનું નામ નીરવ પટેલ છે.આ યુવાને 22 વર્ષની ઉંમરથી જ એક્વા ફાર્મની શરૂઆત કરી હતી.અને હાલ તેઓ આ ખેતીથી અત્યારે લાખોની કમાણી કરી રહયા છે.નિરવે એક્વા ખેતીની શરૂઆત મસ્ત્ય પાલનથી શરૂ કર્યું હતું પણ તેમને કઈ અલગ કરવાની ઈચ્છા હતી માટે તેમને પર્લ એટલે કે મોતીની ખેતી ચાલુ કરી હતી.

નીરવ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા 8 વર્ષથી હું એક્વા ફાર્મિંગમાં જોડાયેલો છુ.પણ નેટ પર સર્ચ કરીને જાતે સ્ટડી કરીને મેં પર્લ ફાર્મિંગ શરુ કર્યું હતું.અત્યારે નીરવ ડિઝાઈનીંગ પર્લમાં પોતાનો રસ દાખવી રહ્યા છે.

ભારત અને વિદેશોમાં ડિઝાઈનીંગ પર્લની ખુબજ માંગ હોવાથી તેની કિંમત પણ સારી મળી આવે છે.આ પદ્ધતિમાં શેલની અંદર એક ડિગાઇનિન્ગ મોલ્ડ મુકવામાં આવે છે. થોડા સમયમાં શેલની અંદર રહેલા જીવ દ્વારા ચાંદીની ચમક જેવું એક લીકવીડ છોડવામાં આવે છે એનાથી આ ડિઝાઈનીંગ પર્લ તૈયાર થાય છે.

આ પર્લને તૈયાર થવા માટે 12 થી 15 મહિના જેટલો સમય લાગતો હોય છે.પર્લ ફાર્મિંગ માટે તેમને રાજસ્થાન માંથી ટ્રેનિંગ લીધી હતી.પહેલા તબકામાં તેમને 10 હાજર શિપથી પર્લ ફાર્મિંગની શરૂઆત કરી હતી.

આ સાથે મત્સ્ય ઉદ્યોગ પણ કરે છે આનાથી એ ફાયદો થાય કે માછલીના હલચલન થી શિપ સુધી તેનો ખોરાક પહોંચી જાય છે.અને અત્યાર આ પર્લ ફાર્મિંથી નીરવ પટેલ હાલ લાખોની કમાણી કરી રહ્યા છે.

error: Content is protected !!