દીકરાને ભણાવી ગણાવીને અમેરિકા મોકલ્યો જયારે માં બાપને જરૂર હતી ત્યારે દીકરો ના આવ્યો, જેથી માં બાપે એક રીક્ષા વારાને વારસદાર બનાવ્યો…
દુનિયામાં એવી કેટલીક ઘટનાઓ બનતી હોય છે, જેથી પરિવારો વિખુટા પડી જતા હોય છે. અવારનવાર કેટલાય કિસ્સાઓ બનતા હોય છે, તેવો જ એક કિસ્સો ગુજરાતના એક નાનકડા પાટણ શહેરનો છે.
જ્યાં એક પરિવાર તેમનું જીવન જીવી રહ્યો હતો. એક દિવસ દિપાબેન રિક્ષામાં બહાર નીકર્યા, વરસાદનો માહોલ હતો જેથી તેઓએ રીક્ષા પકડી અને જેવા રીક્ષામાં બેસ્યા તેવો તેમનો પગ નીચે એક પાકીટ સાથે અથડાયો હતો.
ત્યારબાદ એ પાકીટ રીક્ષાવાળાને પૂછ્યું આ પાકીટ તમારું છે, તો એ રીક્ષા વાળાએ ના પાડી અને કીધું કે, તમારી આગળ જે પેસેન્જર હતું તેનું આ પાકીટ હોઈ શકે. તેથી આ પાકીટ તેને પાછું આપવા ગયા હતા અને તે વ્યક્તિએ આ રીક્ષા વાળને ઇનામ આપ્યું પણ રીક્ષા વાળાએ તે ઇનામ નહતું લીધું.
આ બધું દીપાબેન જોઈ જ રહ્યા હતા. તેથી આ રીક્ષાવાળા વિષે પૂછી લીધું એ રીક્ષા વાળો ભણેલો ઘણેલો હતો પણ નોકરી નહતી મળતી. તેથી તે રીક્ષા ચલાવે છે. દિપાબેને આ રીક્ષા વાળનો નંબર લીધો અને તેમની પાસે રાખ્યો હતો.
દીપાને તેના પતિનો જ કિસ્સો યાદ આવ્યો હતો, તેમના પતિએ પણ બી.એડ કરેલું હતું અને તેમને પણ નોકરી નહતી મળી જેથી એક નાનકડા ક્લાસીસ ચાલુ કર્યા હતા. આ ક્લાસીસમાં તેઓએ પૂરું જોર લગાવ્યું હતું
અને તેમના દીકરા કલ્પેશને તેઓએ MBA ભણવા અમેરિકા મોકલ્યા હતા. કલ્પેશએ ત્યાં જઈને ભણી ગણીને નોકરી પણ ચાલુ કરી દીધી, ત્યાંને ત્યાં લગ્ન પણ કરી લીધા હતા. વારંવાર કલ્પેશની માતા દિપાબેન અને પપ્પા રમેશભાઈએ એવું કહેતા હવે તું પાછો આવી જ અને ક્લાસીસ સાંભળી લે એમ કહીને તેને ઘરે પાછો બોલાવતા હતા પણ તે આવ્યો નઈ. કલ્પેશ એવું કહેતો હતો કે, મને ડોલર કમાઈ લેવા દો પછી આવી જઈશ.
તે કંઈકને કંઈક કામમાં છે એવું કહીને પછી આવીશ પછી આવીશ એવું કહેતો જ રહ્યો હતો, તેવામાં કલ્પેશના બંને જોડિયા બાળકોનો જન્મદિવસ આવ્યો હતો અને તેથી કલ્પેશની ઈચ્છા હતી કે તેઓ છ મહિના સુધી અમેરિકા રહેવા જાય.
પણ રમેશભાઈ અને દીપાબેન એવું વિચારતા હતા જે અમે જઈશું તો અહીંયા ક્લાસીસ કોણ ચલાવશે. દિપાબેનને પેલો રીક્ષા વાળો ભાઈ યાદ આવ્યો જેથી તેઓએ તેમના ક્લાસીસ ચલાવવા માટે આપી દીધા હતા.
કલ્પેશનો ફોન આવ્યો એટલે દિપાબેને એવું કહ્યું કે હવે અમને ક્લાસિસનો વારસદાર અમને મળી ગયો છે. જેથી આ પરિવાર તેમના પૌત્રના જન્મ દિવસ ઉપર અમેરિકા ગયા હતા.