અપંગ હોવા છતાં પણ રોજ ૧૨ કિલોમીટર સાયકલ ચલાવીને ચા વેચવા જાય છે આ કાકા, આખી વાત જાણીને તમે પણ રડી પડશો..
આપણા દેશમાં એવા કેટલાક કિસ્સાઓ બનતા હોય છે કે,જેથી લોકોને મોટી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે.તેવામાં વડોદરાથી એક એવો કિસ્સો જોવા મળ્યો છે કે જે જાણીને તમારી પણ આંખોમાં પાણી ભરાઈ જશે.તેમની પુરી કહાની સાંભરીને તમે પણ કહેશો કે વાહ આ કાકાને.
આ કાકાનું નામ કંચનભાઈ છે તેમની ઉંમર ૫૫ વર્ષની છે,તેઓને તેમનું ગુજરાન ચલાવવાની માટે અપંગ હોવા છતાં પણ સાયકલ લઈને ઘરેથી ૧૦ કિલોમીટર દૂર ચા ની લારી કરીને તેમનું જીવન ટૂંકાવી રહ્યા છે.
આ ભાઈ છેલ્લા ૩૨ વર્ષથી આ જીવનની કઠોળ પરીક્ષા આપી રહ્યા છે.હાલમાં આ કોરોના કાળમાં તેમને ખુબ જ મોટી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે તેમનો ચાનો ધંધો પણ ઘણો ઓછો થઇ ગયો છે અને તેનાથી તેમને તેમનું ગુજરાન ચલાવવામાં પણ મોટી તકલીફ પડી રહી છે.
જયારે આ કાકાને પૂછવામાં આવ્યું તો કાકાએ તેમના કરુણ જવાબ આપતા જણાવ્યું હતું કે,આખો દિવસ અહીંયા મહેનત કરવા પછી પણ મને ૫૦-૭૦ રૂપિયા જ મળે છે.મારા પરિવારમાં હાલ બીજું કોઈ નથી.
મારી છોકરીઓને પરણાવી દીધી છે અને હાલમાં તો હું એકલો જ છું અને તેથી જ આ ચા માટેના માલના પૈસા બાજુમાં મૂકીને બીજા જો કઈ વધે તો તેનું કંઈક ખાઈ લઉં છું.હું અપંગ છું તેથી કોઈને ત્યાં ચા આપવાની માટે નથી જઈ શકતો અને તેથી જ લોકો અહીંયા આવીને ચા લઇ જાય છે.
આ કાકાએ એક સરસ વાત કરી હતી કે,જ્યાં સુધી મારા હાથ પગ ચાલે છે ત્યાં સુધી જાત મહેનત જ કરીશ અને પછીના દિવસોમાં જોવાઈ જશે.આજ સુધી મેં એક જ નિયમથી ચાલ્યો છું અને તેમાં જે કોઈની પાસે પૈસા નથી હોતા ચા પીવાના તેમને પણ હું મફતમાં ચા પીવડાવું છું.ભગવાનની દયા છે મારી ઉપર જેથી મને આજદિન સુધી શરીરમાં કોઈ તકલીફ નથી.