મને અહિયાંથી બહાર નિકારો આ લોકો મને નહિ બચવા દે…

આપણે જાણીએ છીએ તેવી જ રીતે કોરોનાએ મોટો ઉથલો માર્યો છે અને તેની વચ્ચે હાલમાં તમામ કોવીડની હોસ્પિટલો પણ પુરેપુરી ભરાઈ ગયેલી છે અને લોકોના મૃત્યુ દર પણ વધી ગયો છે અને તેમાં જ દિવસે અને દિવસે કૂદકે અને કૂદકે કોરોનાના કેસ વધી રહ્યા છે.તેની વચ્ચે એવા કેટલાક કિસ્સાઓ પણ નજર સામે આવી રહ્યા છે.

તેવો જ એક કિસ્સો અમદાવાદની સિવિલ હોસ્પિટલનો બહાર આવ્યો છે અહીંયા કોરોનાનો એક દર્દી જે શનિવારે આસ્ટોડિયાના ઇમરાન કચરાજી વાળા જેમની ઉંમર ૪૦ વર્ષની છે અને તેમનું અવસાન થયું છે અને તેમના ભાઈ ફેઝલે એવો આક્ષેપ કર્યો છે કે

સિવિલ હોસ્પિટલમાં અમારા દર્દીની પુરી રીતે સારવાર દરમિયાન તકેદારી નહતી રાખવામાં આવી જે વખતે દર્દીની જોડે અમારી વાત થઇ તેવામાં તેને અમને એવું કીધું હતું કે,મને અહિયાંથી બહાર નિકારો મને આ લોકો મારી નાખશે.અહીંયા કોઈ પણ પ્રકારની સારવાર કરતા નથી,ખાવાનું પણ આપતા નથી આવી વાત સિવિલમાં દાખલ દર્દીએ કરી હતી.

અને આ વાત થયાના ગણતરીના કલાકોમાં જ આ દર્દીનું મોત થયું હતું,અને તેનાથી આ દર્દીના સગાઈ આ સિવિલ હોસ્પિટલની ઉપર આક્ષેપો ઉઠાવ્યા હતા અને ભારે હોબાળો પણ મચાવ્યો હતો.

તેની સાથે સાથે અન્ય સગા વાળાઓએ એવું કીધું હતું કે,અહીંયા સરકારને ધ્યાન રાખવું જોઈએ અને લોકોને મરતા બચાવવા જોઈએ ,અહીંયા મોટી બેદરકારી દાખવામાં આવે છે આવી લાપરવાહી દાખવવા વાળની ઉપર કડક કાર્યવાહી પણ થવી જોઈએ.

error: Content is protected !!