આ 7 બાળકો છેલ્લા 8 મહિનાથી બે ટાઈમ મકાઈ શેકીને ખાવા મજબુર બની ગયા છે. બાળકો કહે છે કે પપ્પા તૈયાર હતા ત્યારે ઘરે ખાવા માટે લોટ લાવતા હતા પણ હવે તો એ પણ બંધ થઇ ગયું.

આજે અમે તમને એક એવા પરિવાર વિષે જણાવીશું કે જેને જોઈને તમને ખબર પડશે કે સાચી ગરીબી કોને કહેવાય. આ પરિવારમાં 7 બાળકો અને તેમના પિતા છે. આ 7 બાળકોના પિતા બીમાર હોવાથી કામ નથી કરી શકતા માટે તે કમાઈને ઘરે કઈ લાવતા નથી.

માટે બાળકો ઘણા સમયથી મકાઈ શેકી ખાઈ રહ્યા છે. પિતા કઈ કામ ધંધો ન કરતા હોવાથી ઘરમાં છેલ્લા કેટલાક મહિનાથી 1 કિલો લોટ પણ નથી. માટે આ બાળકો છેલ્લા કેટલાક મહિનાથી મકાઈ શેકીને ખાવા માટે મજબુર થઇ ગયા છે.

આ 7 બાળકોમાં સૌથી મોટી દીકરી 18 વર્ષની છે. જે પોતે આ પરિસ્થિતિથી કંટાળીને નાના ભાઈ બહેનોને છોડીને કોઈ સબંધીના ઘરે રહેવા જતી રહી. આ બાળકોની માતા 3 વર્ષ પહેલા મૃત્યુ થઇ ગયું હતું.

જયારે આ બાળકોના પિતા સજા હતા ત્યારે તે ઘરે કમાઈને લાવતા હતા પણ હવે એ પણ બંધ થઇ ગયું. આ પરિવાર જમ્મુ કશ્મીરના પહાડી એરિયામાં રહે છે. આ 7 બાળકો માંથી 3 બાળકોને તો એક એક આંખમાં દેખાતું પણ નથી. તેમના પિતાની માનસિક સ્થિતિ ખરાબ ત્યાંરે બાળકોને મારવા દોડે છે.

આ બાળકો છેલ્લા 8 મહિનાથી મકાઈ શેકીને ખાવા મજબુર બની ગયા છે. આ બાળકોને પણ રોટલી, દાળ અને ભાત ખાવા છે પણ તેમનું કહેવું છે કે ખાવાનું મળતું જ નથી. આ બાળકોના પિતાની માનસિક હાલત ખરાબ હોવાથી આખો દિવસ એક જ જગ્યાએ બેસી રહે છે.

પાડોશીઓ પણ કોઈવાર આ બાળકોની મદદ કરી દે છે. પણ પહાડી એરિયામાં રહેવાના કારણે તે પણ વધારે મદદ કરી શકતા નથી. આમ તો આ બાળકોને BPL કાર્ડ અંતર્ગત અનાજ પૂરું પાડવું એ સરપંચની જવાબદારી છે. આ બાળકો જમ્મુ કશ્મીરના સામક ગામમાં રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!