એક છોકરાએ કહ્યું કે સર મારા હૃદયમાં કાણું છે, ઓપરેશનની જરૂર છે પણ પૈસા નથી હવે તમે જ એક આશા છો, ત્યારે સોનુ સુદે કહ્યું કે સમજ ઓપરેશન થઇ ગયું.
સોનુ સુદ એ વ્યક્તિ છે. જેમનાથી પ્રવાસી મજૂરોની તકલીફ જોઈ ના શકાઈ. એ સોનુ સુદ કે જે હજારો લોકોની મદદ કરી રહ્યા છે. જયારે ગયા વર્ષે લોકડાઉન લગાવાયું હતું ત્યારે સોનુ સુદ લોકોની મદદે આગળ આવ્યા હતા. તેમને હજારો મજૂરોને ઘરે પહોંચાડ્યા હતા. લોકોએ તેમનાથી એટલા પ્રભાવિત થઇ ગયા કે તેમને તેમના બાળકોનું નામ સોનુ સુદ રાખી દીધું.
થોડા સમય પહેલા ટ્વિટર પર એક મેસેજ વાઇરલ થયો હતો. જેમાં એક બાળકના હ્રદયમાં કાણું હતું તેની સારવાર માટે પૈસાની જરૂર હતી પણ તે ગરીબ હોવાથી તેના માતાપિતા તેની સારવાર કરવામાં ખુબજ અસમર્થ હતા.
ત્યારે એક ધીરજ નામના છોકરાએ સોનુ સુદને કહ્યું કે સર અમે સારવાર માટે અત્યાર સુધી ફક્ત 25 હાજર જ ભેગા કરી શક્યા છીએ હવે તમને જ એક આશા છો.
ત્યારે સોનુ સુદે આ છોકરાને બસ એટલું જ કીધું કે સમજ તેનું ઓપરેશન થઇ ગયુ. લોકો સોનુ સુદની આ દરિયા દિલીની ખુબજ પ્રશંશા કરી રહ્યા છે. સોસીયલ મીડિયા પર આપેલા સોનુ સુદના જવાબથી લોકો તેમની ખુબજ પ્રશંસા કરી રહ્યા છે.
તેમની આ દરિયા દિલદિથી જ લોકો તેમને આજે ભગવાન માની રહ્યા છે. આજ સુધી જેને પણ તેમની પાસે મદદ માંગી છે. તેમને એક સેંકન્ડનાં વિચાર કર્યા વગર તેમની મદદ કરી છે.