લોકો જે રીક્ષા ચાલાકની મજાક ઉડાવતા હતા તે જ રીક્ષા ચાલક આજે કરોડોની કંપનીનો માલિક છે. તેની સંગર્ષની કહાની જાણીને તમે પણ બોલી ઉઠશો કે જે થાય છે તે સારા માટે થાય છે.

દરેક સામાન્ય પરિવારના દીકરાની ઈચ્છા હોય છે કે તે ભણી ગણીને સારી નૌકરી લઈ લે એટલે પરિવારને ટેકો આપી શકે અને તેમનો પરિવાર ખુબજ સુખેથી ચાલે, પણ જો કોઈ સામાન્ય ઘરનો દીકરો કહે કે મારે બિઝનેસમેન બનવું છે.

તો લોકો તરત જ તેમને ટોકવા લાગે કે આ તમારું કામ નથી, પણ આજે અમે તમને એક એવા યુવાન વિષે જણાવીશું કે જેની હિંમત જાણીને તમે પણ એકવાર આશ્ચર્યચકિત થઇ જશો.

આ યુવકનું નામ દિલખુશ કુમાર છે અને તેમના પિતા એક બસ ડ્રાઈવર હતા. તેમનો પગાર ખુબજ ઓછો હતો માટે દિલખુશનું આખું બાળપણ ખુબજ ગરીબીમાં વીત્યું હતું, પણ તેમને પોતાની પિતાની મહેનત જોઈને નક્કી કરી લીધું હતું કે તે પોતાના પિતાને એક દિવસ ગાડી ભેટ આપશે અને તે પોતાની ગાડી ચલાવશે ના કે બીજા કોઈની.

દિલખુશે પોતાનો બધો જ અભ્યાસ સરકારી શાળા માંથી પૂરો કર્યો હતો માટે તેમને કોઈ જાતની નોકરી પણ નહતી મળતી. લગ્ન થઇ ગયા એટલે વધારે જવાબદારી આવી અને પોતાના પિતા પાસેથી રીક્ષા શીખીને રીક્ષા ચલાવવાની શરૂઆત કરી. તે પછી દિલ્હી આવી ગયા ૬ મહિલા રીક્ષા ચલાવી અને પછી ઇલેક્ટ્રિકલ લાઈનમાં પોતાનું એક અલગ કામ ચાલુ કર્યું.

એમાંથી સારી કમાણી થઇ અને થોડા સમય પછી આ કામ પણ બંધ થઇ ગયું. તો દિલખુશે પોતાની કાર લીધી હતી તેને ભાડે પર આપવાની શરૂ કરી દીધી. તો ગામના લોકો તેમની મજાક ઉડાડવા લાગ્યા. તેમને પોતાના કામ પર ભરોસો રાખ્યો અને મહેનત ચાલુ રાખી. તેમને લોન લઈને પોતાની કેબ સર્વિસ ચાલુ કરી અને આજે એક રીક્ષા ચાલક કરોડોની કેબ કંપનીનો માલિક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!