આજે પણ સાંજ પડે એટલે આ ૪ વર્ષનો બાળક ઘરના દરવાજે જઈને તેના પિતાની આવવાની રાહ જોઈ રહ્યો છે, ક્યારે આવશે પપ્પા…

કોરોનાની મહામારીએ કેટલાય પરિવારોને વિખુટા કરી દીધા છે, આ પરિવારોમાં જે મોભી વ્યક્તિઓ છે તેમને જ ભગવાન પાસે મોકલી દીધા છે જેથી આ પરિવારો આજે આર્થિક પરિસ્થિતિનો પણ સામનો કરી રહ્યો છે.

તેવામાં તેમના બાળકો પણ અનાથ થઇ ગયા છે. તેવો જ એક કિસ્સો જેમાં એક બાળક તેના પિતાની પાછા આવવાની રાહ જોઈ રહ્યો છે પણ તેના પિતા આ દુનિયામાં જ નથી.

આ કિસ્સો મધ્યપ્રદેશના સાગર જિલ્લાના મકારોણીયાનો છે, જેમાં નીતિન અગ્રવાલ નામના વ્યક્તિને કોરોનાની બીજી અને ઘાતકી લહેરમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેથી જ તેઓને બેડ પણ નહતો મળ્યો

કે ઓક્સિજન પણ સમયપર નહતો મળ્યો. કેટલીક વખતે તેઓને રિક્ષામાંથી હોસ્પિટલના ચક્કરો કાપવા પડ્યા હતા અને સમયસર સારવાર ના મળવાથી તેઓનું રિક્ષામાં જ કરુણ મૃત્યુ થયું હતું.

નીતિનભાઈને એક ચાર વર્ષનો છોકરો છે તેઓ નોકરી કરતા હતા. જયારે તેઓ નોકરીથી પાછા ઘરે આવતા હતા તે વખતે આ તેમના દીકરાની માટે કંઈકને કંઈક લઈને આવતા હતા જેથી આ નાનકડો બાળક

આજે પણ રાત પડે એટલે ઘરના દરવાજા પાસે જઈને તેના પપ્પાની આવવાની રાહ જોવે છે અને તેની મમ્મીને વારંવાર પૂછે છે મમ્મી પપ્પા ક્યારે આવશે. આ બાળકની જેવા એવા બીજા કેટલાય બાળકો છે જે આજે પિતાની અને માતાની છત્ર છાયા ગુમાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!