આ પરિવાર થોડું થોડું ભેગું કરીને તેમનું ગુજરાન ચલાવે છે…

આ દુનિયામાં લોકોને ઘણી મોટી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે, તેની સાથે સાથે લોકો ગુજરાન ચલાવવાની માટે પેટ ઉપર પાટા બાંધીંને તેઓનું ગુજરાન ચલાવતા હોય છે. આવા લોકો આખો દિવસ જોરદાર મહેનત કરીને તેઓનું ગુજરાન ચલાવતા હોય છે.

તેવો જ એક કિસ્સો નડિયાદમાંથી નજરે જોવા મળ્યો છે કે જેમાં એક પરિવાર છે જે તેનું ગુજરાન ચલાવવાની માટે આખો દિવસ કાલી મજૂરી કરીને તેઓનું ગુજરાન ચલાવે છે.

જેમાં આ બહેનનું સૈનાજબેન છે તેઓ પોતે પાંચ વર્ષના હતા ત્યારથી જ તેમને પોલીયોની બીમારી છે. તેઓના પરિવારમાં તેમના મમ્મી, પપ્પા, તેમના ભાઈ ભાભી અને તેમના બે ભત્રીજા પણ છે.

આવી કોરોનાની મહામારીની વચ્ચે આ લોકો તેઓનું ગુજરાન ચલાવવાની માટે બધા જ લોકો મહેનત કરીને આખું ઘર ચલાવે છે જેમાં તેમના પિતા ઉંમરના હિસાબે હાલ કાંઈજ કામ નથી કરતા, તેમના ભાઈ ભાડાની રીક્ષા ચલાવે છે અને તેમના ભાભી કોઈ કંપનીમાં કામ કરવા જાય છે. આખું ઘર ભાઈ અને ભાભીની કમાઈ ઉપર ચાલે છે.

જયારે આ બહેનને પૂછ્યું તો તેઓએ એવું જણાવ્યું કે, તેઓના ભાભી રોજ ૨૦૦ રૂપિયા લાવે છે અને ભાઈ ૧૫૦ રૂપિયા જેટલા લાવે છે. તેનાથી અમે અમારું ગુજરાન ચલાવીએ છીએ.

જો કોઈ વખતે મોટી તકલીફ પડે તો હું જાતે પણ કામ કરવાની માટે જાઉં છું. અમે લોકો ભાડાના મકાનમાં જ રહીએ છીએ અમર ઘરમાં કઈ છે જ નઈ અને હાલમાં આવી કપળી સ્થિતિમાં અમારું જીવન જીવી રહ્યા છીએ.

આ બહેનના મમ્મીનું એવું કહેવું છે કે, અમારી મદદ માટે કોઈ નથી આવતું આ નડિયાદની અંદર તેમના ૮ ભાઈઓ છે પણ આજ સુધી કોઈ મદદે નથી આવ્યું. આવા કોરોના કાળમાં આ પરિવાર ઘણી મોટી તકલીફનો સામનો કરી રહી છે.

error: Content is protected !!