આ બહેન પાસે પોતાના બાળકને દૂધ પીવડાવવાના પણ પૈસા નથી, આખો દિવસ કચરો વીણીને માંડ માંડ ખવડાવે છે…
દુનિયામાં દરેક લોકોને તેમનું ગુજરાન ચલાવવા માટે તકલીફોનો સામનો કરવો પડતો હોય છે, તેવામાં અહીંયા કેટલાય પરિવારો છે જેમાં ઘરનું મોભી જ કોઈ નથી, તેવા ઘરમાં એક મહિલા જે તેના નાના નાના બાળકોનું પણ પેટ ભરે છે. તેવો જ એક કિસ્સો સુરતનો છે.
સુરતમાં લસકાણા વિસ્તારમાં રહેતા આ મહિલા જેમનું નામ રેખાબેન છે, રેખાબેન, તેમના પતિ અને બે દીકરાઓ અને એક દીકરી છે. તેમના પતિ કડિયા કામ કરે છે તેઓ પણ ૧૦૦ થી ૧૫૦ રૂપિયા લાવે છે
અને રેખાબેન ભંગાળ અને કચરો વીણવાનું કામ કરે છે અને રોજના ૧૦૦ થી ૧૫૦ રૂપિયા કમાઈને તેઓનું ગુજરાન ચલાવે છે. તેઓ પહેલા તેમના છોકરાઓની સાથે પુલની નીચે રહેતા હતા અને ત્યાં તેમની ગુજરાન ચલાવતા હતા.
રેખાબેન એવું કહે છે કે, પહેલા લોકડાઉન હતું ત્યારે અમને કઈ કામ નહતું મળતું જેથી તે વખતે અમને લોકો ખાવાનું આપી જતા હતા. હાલમાં અમે તડકોએ નથી જોવા કે નથી જોતા છાંયડો આખો દિવસ બાદ આ ભંગાળ વીણીને છોકરાઓ અને અમારું પેટ ભરીએ છીએ. એવા કેટલાય દિવસો આવી જાય છે
જેથી આખો દિવસ અને ભંગાળ જ વીણીએ છીએ, અને એક ટાઈમ જ ખાઈએ છીએ. અમારી પાસે પૈસા નથી હોતા અને તે દિવસે આખો દિવસ આમતેમ ભટકીને ભંગાળ વીણીએ છીએ.