15 વર્ષની આ બહાદુર છોકરીએ બે ચોરો સાથે એકલી લડીને બંનેને પોલીસ સ્ટેશન ભેગા કરી દીધા.
હાલ સોસીયલ મીડિયા પર એક 15 વર્ષની છોકરીની બહાદુરીનો વિડીયો ખુબજ વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ 15 વર્ષની એકલી છોકરી બે ચોરી સાથે લડતી જેવા મળી રહી છે. બાઈક પર આવેલા બે ચોરો જયારે તેનો મોબાઈલ લઈને ભાગવા લાગ્યા ત્યારે ડરવાની જગ્યાએ આ છોકરીએ તેમને રોકવામાં તેની બધી તાકત વાપરી દીધી.
મોબાઈલ લઈને ભાગતા બાઈક પાછળ બેસેલા ચોરનો શર્ટ આ છોકરીએ એટલો મજબૂતી પકડ્યો હતો કે તેમને બાઈક રોકવી પડી હતી પછી જેવી ચોરોએ બાઈક ધીમી પાડી કે આ બહાદુર છોકરીએ ચોરને બાઈક પરથી નીચે ઉતાળીને તેની સાથે લાડવા લાગી.
ચોરોએ આની વચ્ચે તેની ઉપર હુમલો પણ કર્યો અને તેનાથી પીછો છોડાવાની કોશિશ પણ કરી પણ પોતાના જીવની ચિંતા કર્યા વગર આ છોકરી હાર માનવા તૈયાર ન હતી.
ચોરોએ પણ વિચાર્યું ન હોય કે આવી બહાદુર છોકરી સાથે પાલો પડી જશે. ત્યારે એક ચોર બીજા ચોરને કહી રહ્યો છે કે છોકરીના માથા પર માર પણ એ એવું કરે એની પહેલા જ આજુબાજુના લોકો ત્યાં આવી જાય છે ને ચોરને પકડી લે છે
અને એનો બીજો સાથી બાઈક લઈને ફરાર થઇ જાય છે. આ આખી ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં રેકોડ થઇ જાય છે. આ ઘટનામાં છોકરીને સામાન્ય ઈજાઓ થઇ છે.