૯૦ વર્ષના આ દાદાના ઘરમાં ચોરી થઇ જતા ત્યાંના આ અધિકારીએ આ દાદાનો દીકરો બનીને કરી એવી મદદ કે દાદા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા અને આ અધિકારીને આશીર્વાદ આપ્યા.

હાલમાં આપણે ઘણા એવા પોલીસ કર્મીઓ વિષે સાંભળતા જ હોઈએ છીએ, કે હંમેશા એક બીજાની મદદ કરવા માટે તૈયાર જ રહેતા હોય છે. આજે આપણે એક એવા જ એક અધિકારી વિષે જાણીએ જેઓએ એક ગરીબ વ્યક્તિની એવી મદદ કરી કે તેની ભવિષ્ય જ સુધારી ગયું અને આ વ્યક્તિ તેના આસું પણ નહતો રોકી શક્યો.

આ કિસ્સો શ્રીનગરનો છે અને અહીંયા SSP અધિકારી જેમનું નામ સંદીપ ચૌધરી છે. તેઓએ આ સમયમાં એક વૃદ્ધ ૯૦ વર્ષીય ચણા અને એવી વસ્તુઓ વેંચતા દાદા જેમની જીવનની મોટી મદદ કરીને માનવતા દાખવી છે. થોડા દિવસો પહેલા આ દાદાના ઘરે ચોરી થઇ હતી અને એ વખતે આ દાદાએ આ પૈસા તેમના અંતિમ સંસ્કાર માટે રાખ્યા હતા પણ એ જ પૈસા ચોરાઈ ગાતા હતા.

આ ચોરી થયા પછી દાદાએ પોલીસને પણ જાણ કરી અને પછી આ વાતની જાણ SSP સંદીપ ચૌધરીને થઇ તો તેઓને આ વાતનું ઘણું દુઃખ પણ થયું હતું. એટલે તેઓએ શ્રીનગર પોલીસ સાથે મળીને આ ૯૦ વર્ષના દાદા માટે કંઈક કરવાનું નક્કી કર્યું હતું. ત્યારપછી આ દાદાના મોઢા પર સ્મિત આવી જાય એવું કામ આ SSP સંદીપ ચૌધરીએ કર્યું.

તેઓએ આ દાદાને એક લાખ રૂપિયા આપીને મદદ કરી તો દાદા રાજી રાજી થઇ ગયા અને વૃદ્ધ વ્યક્તિએ ખુશ થઇને આશીર્વાદ પણ આપ્યા હતા. સંદીપ ચૌધરી આ દાદા માટે દીકરો બનીને આવ્યા અને તેમની એક જ મદદથી આ દાદાના મોઢા પર સ્મિત આવી ગયું હતું. આ કામ વિષે જાણીને બીજા ઘણા લોકો પણ ખુશ થઇ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!