તમારી ગરીબીનું કારણ તમારા જ ઘરમાં રહેલી આ ૫ વસ્તુઓ પણ હોઈ શકે છે ?
વાસ્તુ શાસ્ત્રમાં એવી કેટલીક વસ્તુઓ દર્શાવવામાં આવેલી છે કે, જેનાથી તમારા ઘરમાં રહેલી ગરીબી જવાનું નામ નથી લેતી. તેની સાથે સાથે આપણા ઘરમાં જો કોઈ એવી વસ્તુઓ પણ રાખવામાં આવે તો પણ ગરીબી જવાનું નામ નથી લેતી. જો તમારા ઘરમાં આ ૫ વસ્તુઓ હોય તો તેને જલ્દીથી દૂર કરી દેજો નઈ તો, ઘરમાં નકારાત્મક ઉર્જા ઘર કરી દેશે.
તો સૌથી પહેલા તમારે આ સાત વસ્તુઓને દૂર કરી દેવી જોઈએ. જેમાં સૌથી પહેલી વસ્તુએ છે તુલસીનો છોડ. જો કોઈ વ્યક્તિ આ છોડને સામાન્ય જળ સમજીને તેના ઘરમાં લગાવે છે, અને તેની વિધિસર પૂજા નથી કરતા તો, તમારે ઘરમાં તુલસીના છોડને ના રાખવો જોઈએ.
જેથી માતા તુલસી ગુસ્સે થાય છે અને તમને સફળતાની જગ્યાએ નિષ્ફ્ળતા અને દુઃખોનો સામનો કરવો પડે છે. બીજી વસ્તુ તમારા ઘરના રસોડામાં આવેલા નળમાંથી પાણી ના ટપકતું જોઈએ. જો આમ થતું હશે તો, તમારી પાસે રહેલા પૈસા પાણીની જેમ ખર્ચાઈ જાય છે અને તેની તમને ખબર પણ નથી રહેતી.
ત્રીજી વસ્તુ એ છે કે, જે ઘરમાં મકડીનું ઝાડુ હોય છે તે ઘરમાં દેવી લક્ષ્મી ભૂલથી પણ જતા નથી, તેની સાથે સાથે ઘરમાં વાસ્તુ દોષ અને નકારાત્મકતા આવી જાય છે. જેથી તેને જલ્દીથી દૂર કરી દેવું જોઈએ.
ચોથી વસ્તુએ છે કે, તમારા ઘરમાં જો કોઈ કાચ તૂટી ગયો હોય અને તે કાચમાં તમે તમારો ચહેરો જોવો છો, અથવા તો કોઈ કાચનો ગ્લાસ તૂટી ગયો છે અને તેને તમારા ઘરમાંથી બહાર નથી કરતા તો તરત જ સાવધાન થઇ જાઓ. કેમ કે કાચને રાહુનું પ્રતીક માનવામાં આવે છે અને તેનાથી રાહુ દોષ ઉત્પ્ન્ન થાય છે.
પાંચમી વસ્તુ જેમાં તમારે રાત્રીના એઠા વાસણો સવાર માટે મૂકી ના રાખવા જોઈએ નઈ તો તેવા ઘરમાં દેવી લક્ષ્મી વાસ નથી કરતા. જો તમે આ ૫ વસ્તુઓની ટેવ સુધારી દેશો તો તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે.
નોંધ : અમારો એવો કોઈ પ્રયાસ નથી કે જેનાથી સમાજ માં અંધ શ્રદ્ધા ફેલાય, આ મળતી માહિતી અમને ઇન્ટરનેટ દ્વારા મળેલ છે