ભગવાન એવી તો શું ખોટ પડી ગઈ કે, આ ચાર મહિનાની દીકરીને અનાથ બનાવી દીધી, એક પરિવારના બે ભાઈઓને ફક્ત પાંચ જ દિવસમાં કોરોના ભરખી ગયો…
દેશભરમાં કોરોનાએ તેની બીજી અને ઘાતકી લહેરમાં તેનો કહેર વરસાવ્યો છે, આ લહેરમાં દેશના કેટલાય લોકો એટલા તડપ્યા છે કે જેમાં તેઓને ઓક્સિજન ના મળતા તેમના પરિવારો વેર-વિખેર પણ થઇ ગયા છે. દર્દીઓ બેડ, ઓક્સિજન અને ઇન્જેક્શન વગર તડફડિયા મારી મારીને ખુબ જ હેરાન થઇ ગયા છે.
તેવામાં એક જ પરિવારના બધા લોકોને કોરોના ભરખી જતા ઘરને તાળા મારવા પડે છે. તેવો એક કિસ્સો મેરઠ જિલ્લાનો છે, જ્યાં શાસ્ત્રીનગર સેક્ટર-૧૦ નિવાસી નગરમાં રહેતા
એક પરિવારમાં બે ભાઈઓ જે એન્જીનીયર ભાઈઓને એક સાથે કોરોના થઇ ગયો હતો. જેથી તેમની સારવાર શહેરની હોસ્પિટલમાં ચાલુ હતી. સારવાર દરમિયાન આ બંને ભાઈઓએ દમ તોડ્યો હતો. જેથી પરિવાર આખો શોકમાં મુકાયો હતો.
જેમાં મોટા ભાઈનું નામ રજા હુસૈન છે અને તેનું મૃત્યુ ૨૨ મી મેં ના રોજ થયું હતું, ત્યારબાદ તેના નાના ભાઈ શુજા હુસૈનનું ૨૬ મી મેં ના દિવસે મૃત્યુ થયું હતું. મોટા ભાઈના દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા,
અને હાલમાં ૪ મહિનાની દીકરી પણ છે. પણ ભગવાનની ઈચ્છા આગળ કોઈનુંએ નથી ચાલતું. ભાઈઓના મૃત્યુ પછી આખા પરિવારમાં દયનિય વાતાવરણ સર્જાયું છે.