આ ૪ વસ્તુનું સેવન કરી લેશો તો કોઈ દિવસ ડોક્ટર પાસે નઈ જવું પડે…
હાલની કોરોનાની બીમારીને ધ્યાનમાં રાખીને લોકો શરીરને સ્વસ્થ અને નિરોગી રાખવા માટે કેટલાય આયુર્વેદિક ઉપચારો કરતા હોય છે. અમુક લોકો બજારમાં મળતા એવા શક્તિ વર્ધક ટોનિકોનું પણ સેવન કરતા હોય છે. આ પરિસ્થિતિમાં બજારમાં મળતા આવા ટોનિક કરતા આ વસ્તુઓનું સેવન કરવું જોઈએ જેથી કરીને શરીર એકદમ નિરોગી બની રહે.
જેમાં પહેલા છે આંબળા આનું સેવન નાના બાળકોથી માંડીને મોટા લોકો પણ કરી શકે છે. જો તમે આંબળાનું સેવન રોજે રોજ કરશો તો, તેનાથી તમે વાયરસ અને બેક્ટેરિયાથી દૂર રાખે છે.
આ આંબળા સવારના સમયે ખાવાથી હ્રદયની કાર્યક્ષમતાને મજબૂત બનાવીને તેના સબંધિત તમામ બીમારીઓથી દૂર રાખે છે. તેની સાથે સાથે આંબળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે,
જેથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ પુરી પાડીને રોગો સામે રક્ષણ પૂરું પડે છે. બીજી વસ્તુએ છે કે, જે લોકોને રક્તવિહાર લોહી જેવી બીમારી હોય તો તેવા લોકોએ ગાજરનું સેવન કરવું જોઈએ અને ગાજરનો રસ પણ પીવો જોઈએ.
ગાજરનો રસ સાવરે રોજ અડધો ગ્લાસ પીવો જોઈએ, જેનાથી આંખ, ગળું, શ્વાસનળી જેવા રોગોમાં રાહત રહે છે. તેની સાથે સાથે ગેસ, અપચો, કબજિયાત, મૂત્રમાર્ગમાં જલન થવી આવી સમસ્યાઓની સામે રક્ષણ પૂરું પાડે છે.
ગાજરનો રસ પીવાથી પણ હાડકા મજબૂત બને છે. ત્રીજી વસ્તુ હળદર છે, હળદળએ ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેને ખાવાથી શરીરના અનેક રોગો દૂર થાય છે, જેમાં હળદળનું સેવન કરવાથી લોહી પણ શુદ્ધ બને છે. હાલના કોરોનકાળમાં હરદળનું સેવન કરવાથી શરદી, ઉધરસ, શ્વાસના રોગો વગેરેમાં રાહત મળે છે.
ચોથી વસ્તુ તુલસી છે, જેના સેવનથી શારીરિક શક્તિમાં વધારો આવે છે. ડાયાબિટીસના રોગની સામે આ ઉત્તમ ઔષધિ છે. ડાયાબિટીસના દર્દીએ તુલસીનો રસ પીવાનો છે જેથી ડાયાબિટીસ અંકુશમાં આવે છે. તેની સાથે સાથે તુલસીના સેવનથી શરદી, ઉધરસ અને કફની સામે રક્ષણ મળે છે.
નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.