એક છોકરો કે જે ૪ વર્ષની ઉંમરે ગુમ થઇ ગયો હતો, તે અચાનક ૨૫ વર્ષની ઉંમરે પાછો મળ્યો. પછી તેને તેના પરિવાર માટે જે કર્યું એ…

આજે અમે તમને એંક સત્ય ઘટના વિષે જણાવીશું કે જેને જાણીને તમે પણ ચોકી જશો. એક 4 વર્ષનો છોકરો કે જેનું નામ વિવેક હતું જે તેના મોટા ભાઈ અને માતા જોડે રહેતો હતો.

એક દિવસે માતાને પણ કામ પર જવાનું થયું માટે તે મોટા ભાઈ સાથે તેના કામ કરવાના સ્થળે ગયો. તેનો મોટો ભાઈ રેલવેના ડબા સાફ કરવાનું કામ કરતો હતો. વિવેકને ઊંઘ આવી એટલે તે રેલવેના ડાબામાં સુઈ ગયો પછી ભૂલમાં સ્ટેશન પર આવેલી એક ટ્રેનમાં બેસીને સુઈ ગયો.

તે ટ્રેન ચાલતી થઇ ગઈ અને તે સીધો કોલકાતા પહોંચી ગયો. તેની ઉમર ફક્ત 4 વર્ષની હતી એટલે તે રેલવે સ્ટેશન પર તેના ભાઈને શોધવા લાગ્યો પણ કોલકાતામાં તેનું કોઈ જ નહતું તે રોવા લાગ્યો એક માણસે તેને જોયો અને તેને તેના માતા પિતા વિષે પૂછ્યું પણ તેને કઈ ખબર ન હતી. તે માણસે તેને અનાથ આશ્રમમાં ભરતી કરાવી દીધો પણ વિવેકનું નસીબ તેને કઈ અલગ જ આપવાનું હતું.

એકવાર એક ઓસ્ટ્રેલિયન દંપતી ત્યાં આવ્યા ને વિવેકને દત્તક લીધો અને તેને ઓસ્ટ્રેલિયા લઇ ગયા. થોડા સમય પછી તે બધું ભૂલી ગયો ધીમે ધીમે તે મોટો થયો અને તેને તેના મોટા ભાઈ અને માતા ના સપના આવવા લાગ્યા તેને ઈન્ટરનેટ પર ૧૦ કલાક સુધી ભારતમાં તેના ગામનું નામ શોધતો.

એકવાર તેને તેના ગામ જેવો પુલ દેખાયો તેને લાગ્યું કે આ મારુંજ ગામ છે. તે કઈ વિચાર્યા વગર પ્લેનમાં બેસીને ભારત આવી ગયો. ગામમાં તે તેના ઘરની નજીક આવ્યો તો એક ઘરડી સ્ત્રીએ તેને ગળે લગાવી દીધો ભલે વિવેક તેની માતા ને 25 વર્ષ પછી મળ્યો હોય પણ તેની માં તેને ઓળખી ગઈ.

વિવેકના મોટા ભાઈનું એ જ રાતે મૃત્યુ થઇ ગયું હતું જે દિવસે વિવેક ગુમ થયો હતો. તેને શોધવામાંને શોધવામાં વિવેકનો મોટો ભાઈ એક ટ્રેન નીચે આપી ગયો હતો. વિવેક આજે ઓસ્ટ્રેલિયામાં રાજે છે અને તેની માતાને ઓસ્ટ્રેલિયાથી દર મહિને થોડા પૈસા મોકલે છે. પોતાની માં ખુબજ ગરીબીમાં જીવતી હતી તેને સારું ઘરે અને બધી વ્યવસ્થા પણ કરી આપી.

error: Content is protected !!