અમદાવાદના આ બે યુવકોએ રક્ષાબંધન પર ગરીબ બહેનોને આપી અનોખી ભેટ…૧૦૧ મહિલાઓને મફતમાં ઈ રીક્ષા ભેટમાં આપી તેમને આત્મનિર્ભર બનાવશે.

આજે પવિત્ર રક્ષાબંધનનો તહેવાર છે.જ્યાં અમદાવાદના બે વિદ્યાર્થીઓએ કમાલ કરી દીધો. રક્ષાબંધનના દિવસે તેમને જાહેરાત કરી કે તે ૧૦૧ જેટલો મહિલાઓને ઈરીક્ષા ભેટમાં આપશે અને તેમને પગભર કરશે. આજની મહિલાઓ જયારે લગ્ન કરીને બીજા ઘરે જાય છે.

અને દીકરીઓ કે મહિલાઓ જયારે નોકરી માટે પોતાના ઘરે જાય છે. ત્યારે તેમની સુરક્ષાની ખૂબજ ચિંતા થતી હોય છે.તો મૂળ સૌરાષ્ટ્રના અને હાલ અમદાવાદમાં અભ્યાસ કરી રહેલા જૈમિન પનારા અને દીપ ભાલોડિયાએ આ વાતની ગંભીરતાને જાણી અને આ સમસ્યાને અવસરમાં ફેરફવાનું નક્કી કર્યું તો તેમને નક્કી કર્યું.

કે તે ૧૦૧ જેટલી મહિલાઓને મફતમાં એ રીક્ષા ચલાવની ટ્રેનિંગ આપશે અને પછી તેમને મફતમાં તે રીક્ષા પણ આપશે.જેથી મહિલાઓ કમાણી કરીને પોતે આત્મનિર્ભર બની શકે છે. આ રીક્ષા મહિલાઓ જ ચલાવશે અને આ રીક્ષામાં મહિલાઓ જ સફળ કરી શકશે.

જેનાથી મહિલાઓની સુરક્ષા પણ જળવાઈ રહેશે. જેથી મહિલાઓ કોઈપણ તકલીફ વગર આ ગમે તે સમયે સિટીમાં સફળ કરી શકે છે. આ પ્રોજેક્ટનું નામ પિન્ક રીક્ષા છે. જેનો હેતુ મહિલાઓએ આત્મનિર્ભર બનાવવાનો છે.

જેનાથી ગણી મહિલાઓને ફાયદો પણ થયો છે. અમદાવાદના અંકિતા બેન કે કે દિવ્યાંગ છે અને તે આ પ્રોજેક્ટમાં જોડાયા અને આજે દિવ્યાંગ હોવા છતાં રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ બે યુવાનોએ અત્યાર સુધી ૮૦ જેટલી મહિલાઓ શોધી કાઢી છે. જેનાથી તેમનું આખું જીવન બદલાઈ જશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!