માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, મોબાઈલ જોતી વખતે ૧૧ વર્ષના બાળક સાથે થયું એવું કે તેના માતા-પિતા હચમચી ગયા.

અત્યારે કોમ્યુટર અને મોબાઈલનો જમાનો છે એટલે ગમે તે સમયે બધા જ વ્યક્તિઓના હાથમાં ચોવીસે કલાક મોબાઈલ જોવા મળતા હોય છે. જ્યારથી કોરોના આવ્યો ત્યારથી બધા જ બાળકો અને યુવાનોનો અભ્યાસ ઓનલાઇન થઇ ગયો હતો,

એટલે બધાની પાસે મોબાઈલ આવી ગયા હતા. આમ ત્યારથી આજસુધી મોબાઈલનો જમાનો આવી ગયો છે.આજે એવા એક કિસ્સા વિષે જાણીએ જેની વિષે જાણીએ, દરેક માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે.

કચ્છના ભચાઉમાં આવેલા મોટા ટીડલવામાં ગામમાં બની છે, અહીંયા અચાનક મોબાઈલની બેટરીથી દુર્ઘટના થઇ ગઈ હતી તો એક બાળકને હાથની આગંળી દાઝી ગઈ હતી, આ ઘટનામાં આંખના ભાગે પણ મોટી ઈજાઓ પહોંચી હતી.

મોટા ટીંડલવા ગામના કનુભા જાડેજાનો ૧૧ વર્ષનો દીકરો શક્તિસિંહ જે તેના ઘરે મોબાઈલમાં જોઈ રહ્યો હતો અને અચાનક મોબાઈલની બેટરીમાં દુર્ઘટના થઇ ગઈ હતી. તેના જમણા હાથમાં મોબાઈલ હતો અને તેથી તેને અંગુઠા અને ત્રણ આંગળીઓને ઈજાઓ પહોંચી હતી.

આમ આ ઘટના બન્યા પછી તેમને સારવાર માટે માતૃ સ્પર્શ હોસ્પિટલમાં લઇ ગયા હતા.આમ આ બાળકનું ઓપરેશન કરીને આંગળીઓને બચાવી લેવાઈ હતી અને આમ જયારે તપાસમાં તેની આંખને ભાગે પણ થોડી ઇજા થઇ હતી.

તો તેની પણ સારવાર કરવામાં આવી હતી. આમ આ ઘટના બની ત્યારે તેના માતા-પિતા ચિંતામાં આવી ગયા હતા અને આવી ઘટનાઓ કેટલીય વખતે બની જાય છે તો બધા જ લોકોએ આ વાતની કાળજી લેવી જોઈએ.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!