૧૦૦ વર્ષના આ દાદીમાની હિંમતને સલામ છે, દાદીમાએ જાતે જ લાકડીના ટેકા વડે સ્થળાંતર કર્યું અને કીધું કોઈએ ડરવાની જરૂર નથી મેં આવા કેટલાય વાવાઝોડા જોયા છે

હાલમાં જાણે ગુજરાતની ઉપર જાણે મોટું સંકટ આવવાનું હોય તેવું લાગી રહ્યું છે, પહેલા કોરોનાએ ભુક્કા બોલાવ્યા અને હાલમાં આ તાઉતે વાવાઝોડાનું મોટું સંકટ ઉભું થઇ ગયું છે. આ વાવાઝોડું હાલમાં ગુજરાતમાં થઈને રાજસ્થાન જશે તેવી આગાહી કરવામાં આવી છે.

જેથી હાલમાં તંત્રએ તેની તૈયારી બતાવી દીધી છે, આ વાવાઝોડાથી કોઈની જાનહાની ના થાય તેની માટે નીચાણ વાળા સ્થળોથી લોકોનું સ્થળાંતર પણ કરાવી લીધું છે.

તેવામાં વેરાવળના ભીડીયા વિસ્તારમાં એક ૧૦૦ વર્ષના દાદીના જેમનું નામ સોનાબેન ખારવી જે પોતે લાકડીના ટેકેથી જાતે ચાલીને સ્થળાંતર થયા હતા. તેઓએ સ્થળાંતર કરતી વખતે એવું કહ્યું હતું કે આ વાવાઝોડાથી કોઈએ ડરવું નહિ,

તે આપણું કઈ ના બગાડી શકે. આપણા સોમનાથ દાદાએ આવા કેટલાય વાવાઝોડાઓને દૂર ધકેલી દીધા છે. અહીંયા આ વાવાઝોડાના ડરથી પોતાના ઘર બચાવવાની માટે બરાબર પથ્થર વડે કવર કરી રહ્યા છે.

વેરાવળમાં લોકો તેમનું ઘર બચાવવાની માટે પણ ઝઝૂમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તંત્રએ સમયસર પહોંચીને અહીંયા વસતા લોકોને બરાબર જ્યાં આ વાવાઝોડાનો ભય નથી તેવી જગ્યાએ સ્થળાન્તર કરી દીધા છે.

error: Content is protected !!