આ બહેન સિવિલ હોસ્પિટલમાં ૧૦ વર્ષથી મફત સેવા આપી રહ્યા છે
કોરોનાની કહેરની વચ્ચે કેટલાય લોકોને હાલમાં મોટી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે અને તેથી લોકોને હાલમાં ખાવાના પણ વાંધા પડી રહ્યા છે.જેથી અમુક લોકો એકબીજાની મદદ માટે આગળ આવી રહ્યા છે અને તેથી કરીને લોકોની મદદ થાય છે.જેમાં એક એવા મહિલા છે કે જેમની વિષે આપણે વાત કરીએ.
આ બહેનનું નામ હસીનાબેન છે અને તેઓ મોરીબી સિવિલમાં નિસ્વાર્થભાવે છેલ્લા ૧૦ વર્ષથી સેવા આપી રહ્યા છે.આ હસીનાબેનએ એવી સેવાનું કામ કરી રહ્યા છે કે આ કામએ કોઈ પુરુષ પણ નથી કરી શકે એમ.
તેઓ આજના જમાનાના મધર ટેરેસા તરીકેનું જો કોઈ કામ કરી શકે તો આ હસીનાબેન છે.આ બહેને મોરબી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના મળ અને તેમનું બ્લડ એ બધું સાફ કરે છે.સિવિલ હોસ્પિટલ હોવા છતાં પણ તેઓ મફત આ સેવા આપી રહ્યા છે.
હસીનાબેને ૧૦૦૦ જેટલા બિનવારસી લોકોની સેવા કરી છે તેની સાથે સાથે ૧૫૦૦ જેટલા આર્થિક પછાત લોકોની અને ૩૫૦ જેટલા કોવીડના લોકોની સેવા કરી છે.તેઓ કોરોનના ડરની વગર નિસ્વાર્થપણે લોકોંની મદદ કરી રહ્યા છે
અને તેમાં પણ તેઓનું એવું કહેવું છે કે,તેમને એક જ વાત નો ડર છે કે,ભગવાન કોઈને ભાણાનો ખાડો નઈ પુરાય પણ પૈસાનો પુરાઈ જશે.હાલમાં મને બહુ જ દુઃખ થાય છે કે,આ કોવીડને લીધે નવજુવાન લોકોના પણ મોત થઇ રહ્યા છે
અને તેથી કુદરત હવે આ લોકોને આ બીમારીથી બચાવે,મારી જિંદગીમાં બીજું કઈ મહત્વનું નથી ખાલી આ બીમારી જતી રે અને બધા જ લોકો શાંતિથી તેમનું જીવન પહેલાની જેમ ગુજારી શકે.
હસીનાબેન એવું પણ કહી રહ્યા છે કે,મારે નથી જોઈતા રૂપિયા અને નથી જોઈતી દોલત બસ ખાલી સૌ કોઈની આબાદી રહે મારે આટલું જ જોઈએ છે.તેઓ એવું પણ કહી રહ્યા છે કે મારી ઉપર ભગવાનની એટલી દયા છે કે મને અત્યાર સુધીમાં કોઈ કોરોના નથી થયો
અને મારો પરિવાર પણ હાલમાં સુખી છે.હસીનાબેન સવારે વહેલા સેવા માટે અહીંયા સિવિલ હોસ્પિટલમાં આવી જાય છે અને આખો દિવસ ખડે પગે લોકોની સેવા કરે છે અને જમવાનું પણ રાત્રે ૧:૩૦ વાગે ખાય છે. આવી રીતે આ હસીનાબેન સેવા આપી રહ્યા છે અને જેથી હું આ બધાની સેવાની માટે જ મારો સમય આપું છું.