બેડના નામે હજારો રૂપિયાની લૂંટ થઇ રહી છે

સમગ્ર દેશમાં કોરોનાની મહામારીની વચ્ચે લોકો જીવી રહ્યા છે અને તેમાં લોકોને હોસ્પિટલમાં બેડ નથી મળતા અને જો કોઈને બેડ મળે છે તો તેમને ઓક્સિજન પૂરતો નથી મળતો અને તેની સાથે સાથે કેટલાય દર્દીઓને આ બધી તકલીફોની સામે જજુમવું પડે છે

અને તેથી તેમના મોત પણ થતા હોય છે.હાલમાં રેમડેસીવીર ઇન્જેક્શન માટે પણ લોકોને ગણી મોટી તકલીફોનો સામનો કરવો પડ્યો છે અને તેની માટે પણ લૂંટ ચલાવવામાં આવી રહી હતી.

તેમાં વધુમાં એક કિસ્સો નજર સામે આવ્યો છે અને આ કિસ્સો રાજકોટનો છે.રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક શખ્સ પૈસા લઈને લોકોને બેડ આપે છે અને આ એક તંત્રની મોટી બેદરકારીનું એક કારણ છે.જેમાં એક ભાઈ બેડ ખાલી કરાવવાની માટે ૯૦૦૦ રૂપિયા લે છે અને આ આખી ઘટનાનો વિડિઓ વાયરલ થયો છે.હાલમાં આ મહામારીની વચ્ચે આ મહાપાપીઓ તેમની લૂંટ ચલાવી રહ્યા છે.

આ પાપીઓ એટલી હદે લોકોને લૂંટી રહ્યા છે કે જેમાં આ મહામારીમાં લોકોની પાસે પૈસા નથી પણ મજબુર માણસો શું કરે અને તેની માટે લોકોને માણસોને બચાવવાની માટે આ કાળાબજારીઓને બેડ ખાલી કરાવવાની માટે પૈસા આપવા પડે છે.

તેવી જ રીતે આ લૂંટ ચલાવવામાં આવી રહી છે.આવા લોકો આટલી મહામારીમાં પણ લોકોને લૂંટવાનું નથી છોડતા અને આ લોકો સમાજની માટે એક લાલ બત્તી રૂપ બની જાય છે.

સિવિલ હોસ્પિટલમાં લોકોને બેડ નથી મળતા અને આવા લોકો પૈસાનું કાળાબજારી કરીને લોકોને લૂંટે છે,ત્યાં લોકો તેમના ખાનગી વાહનોમાં જ તેમની સારવાર કરવી પડે છે અને તેની વચ્ચે આ લોકો બધાને લૂંટી રહ્યા છે આમ તો એવું કહેવામાં આવે છે કે સિવિલમાં કોઈ પણ પ્રકારની લાગવક નથી કરવામાં આવતી કોઈની માટે પણ અને તેની માટે હવે પોલીસ આગળની કાર્યવાહી કરશે.

error: Content is protected !!