ચૂંદડીવાળા માતાજી કે જેમને ૭૦ વર્ષ સુધી અન્નનો એક દાણો અને પાણીનું એક ટીપું પણ ગ્રહણ નહતું કળ્યું, જાણો તેમના અપાર પરચા વિષે.

આજે ભલે વિજ્ઞાન ઘણું આગળ વધી ગયું હોય પણ અમુક એવી ઘટનાઓ હોય છે કે જેનો જવાબ કોઈ વ્યક્તિ પાસે નથી. શું તમે એવું જોયું છેકે કોઈ માણસ 70 વર્ષ સુધી ખાધા પીધા વગર રહી શકે પણ આ વાત સાચી છે

આપણી વચ્ચે એક એવા સંત થઇ ગયા કે જેમને 70 વર્ષ સુધી નતો અન્ન ગ્રહણ કર્યું ન તો પાણી તોપણ આપણી વચ્ચે જીવિત રહ્યા. તેમને લોકો ચૂંદડીવાળા માતજી તરીકે ઓળખતા હતા.

આમતો તે એક પુરુષ હતા પણ લોકો તેમને માતાજીનો અવતાર માનતા હતા. તેમનું સાચું નામ પ્રહલાદભાઈ જાની હતું. નાનપણથી જ તેમને માં અંબાની ભક્તિ લાગી ગઈ હતી અને તે ભક્તિમાં લિન થઇ ગયા હતા અને કહેવાય છે કે તેમને 12 વર્ષની ઉમરથી જ તમામ પ્રકારના ખોરાકનો ત્યાગ કરી દીધો હતો. તેમને પાણી પીવાનું પણ બંધ કરી દીધું હતું.

તે 91 વર્ષ સુધી જીવ્યા હતા અને તેમને પોતાના મૃત્યુ સુધી એક પણ અન્નનો દાણો કે પાણી ગ્રહણ નહતું કર્યું અને તેઓ જ્યારે સુધી પણ જીવ્યા ત્યાર સુધી એક પણ વાર બીમાર પણ પડ્યા ન હતા.

આ ફક્ત વાતો નથી સાચી અને સિદ્ધ થયેલી વાતો છે. આ વાતને સાબિત કરવા માટે તેમને અમદાવાદની સ્ટર્લીન હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યાં તેમને 15 દિવસ સુધી એક રૂમમાં રાખવામાં આવ્યા હતા

ડોક્ટરો કેમેરા દ્વારા સતત તેમને જોઈ રહયા હતા અને ડોક્ટરોએ 15 દિવસ પછી જોયું કે તેમના શરીરમાં કોઈપણ પ્રકારનું પરિવર્તન જોવા મળ્યું ન હતું અને ડોક્ટરોની ટિમ પણ આશ્ચર્ય ચકિત થઇ ગઈ. એટલા માટે જ તેમના લાખો ભક્તો છે.

error: Content is protected !!