૮૦ રૂપિયા ઉધાર લઈને આ ૭ મહિલાઓએ આજે તોતિંન્ગ ધંધો કરી કરોડો રૂપિયા કમાય છે…

આખી દુનિયાના લોકોએ તેમનું પેટ ભરવાની માટે ઘણી મહેનત કરવી પડે છે. આ લોકો એટલી મહેનત કરે છે તેમ છતાં એક ટાઈમ જમી શકે તેટલા જ પૈસા કમાતા હોય છે. આવા લોકો પેટની ઉપર પાટા બાંધીને મહેનત કરે છે.

હાલમાં દરેકે દરેક વ્યક્તિઓ તેમના જીવનમાં સફળ થવાની માટે તેમનાથી બનતી તમામ મહેનત કરે છે. ગુજરાતી મહિલાઓજે પાપડ બનાવીને ભારત તો ખરું જ તેની સાથે સાથે વિદેશમાં પણ આ પાપડ મોકલે છે અને તેઓ હાલમાં બધે જ પ્રખ્યાત છે.

આ ગુજરાતી ૭ મહિલાઓએ જ ભેગા મળીને આ પાપડનો ધંધો ચાલુ કર્યો હતો તેમની ઉપર એક ફિલ્મ પણ બંનવા જઈ રહી છે. આ પાપડ ઉદ્યોગ એટલે લિજ્જત પાપડ બનાવતો મહિલા ગૃહ ઉદ્યોગ જે વર્ષ ૧૯૫૯ માં મહારષ્ટ્રમાં ગુજરાતી ૭ મહિલાઓએ પરિવારની આર્થિક મદદ કરવાની માટે ઉધાર પૈસા લઈને આ પાપડનો ધંધો ચાલુ કર્યો હતો.

આ ધંધો ચાલુ કરવાની માટે આ મહિલાઓએ ૮૦ રૂપિયા ઉધાર લીધા હતા અને તેમાંથી અડદનો લોટ, હિંગ અને જરૂરી સામાન પણ ખરીદ્યો હતો. આવી રીતે શરૂઆત થઇ હતી લિજ્જત પાપડ બનાવવાની.

ત્યારબાદ મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવીને વાલોડ ખાતે આ પાપડના ઉદ્યોગની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આ પાપડનો સ્વાદ બધાને બહુ જ ગમ્યો અને તેનાથી જોત જોતામાં દેશભરમાં ૮૮ જેટલી શાખાઓ પણ આપવામાં આવી છે જેમાં ૪૫૦૦૦ જેટલી મહિલાઓને રોજગાર પણ પૂરો પડે છે. આ નાનો પાપડનો ધંધો જે ૭ મહિલાઓએ તેમની માટે જ ચાલુ કરી હતી અને આજે તે કેટલીય મહિલાઓના પરિવારને રોજગાર પણ પૂરો પડે છે.

error: Content is protected !!