શા માટે આ ૮ મુ પાસ વ્યક્તિ લોકોની માટે બન્યો જીવનદાતા, દર્દીઓની એવી મદદ કરી કે તમે પણ ચોકી જશો.
રાજ્યમાં હાલ કોરોનાની કહેરના કારણે દર્દીઓના ઓક્સિજન લેવલ ઓછા થઇ જતા હોય છે, જેથી દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત ઉભી થતી હોય છે. આ મહામારીને પહોંચી વરવાની માટે સરકાર અને કેટલીક સામાજિક સંસ્થાઓ દ્વારા થતા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. દર્દીઓને ઓક્સિજન સિલેન્ડર મળી તો રહ્યા છે પણ તેને કંટ્રોલ કરવા માટે જે વાલ્વની જરૂર પડે છે તેની રાજ્યમાં હાલમાં અછત સર્જાઈ છે.
તેવામાં આ કપળા સમયમાં મોરબીના એક વ્યક્તિ દ્વારા આ ઓકિસજન પ્રેશર વાલ્વને બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. આ વાલ્વ જરૂરિયાતમંદ લોકોને પહોંચાડવામાં આવી રહ્યા છે.
આ વ્યક્તિનું નામ જયેશભાઇ છે તેઓએ ખાલી ધોરણ ૮ સુધી જ અભ્યાસ કર્યો છે. તેઓ વાહન રીપેર કરવાનું કામ કરે છે. તેવામાં હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને આ લહેરમાં જયેશભાઈના બીજા બે મિત્રો પણ સપડાયા હતા.
તેઓને હોસ્પિટલમાં ઓક્સિજન ઉપર રાખવામાં આવ્યા હતા, આ બંને મિત્રોને ઓક્સિજનની બોટલતો મળી ગઈ પણ જયેશભાઈના મિત્રોને ઓક્સિજનની બોટલ ઉપર લગાવવામાં આવતા આ પ્રેશર વાલ્વ મળ્યા નહતા અને જેથી ઓક્સિજન લગાવવામાં ના આવતા બંને મિત્રોનું દુઃખદ અવસાન થયું હતું.
ત્યારબાદ આ જયેશભાઇએ હોસ્પિટલમાં જઈને આ કંટ્રોલ વાલ્વ જોઈને તેઓએ તેમની જાતે જ આ વાલ્વ બનાવવાનું ચાલુ કરી દીધું હતું. જયેશભાઈએ અત્યાર સુધીમાં ગરીબ વ્યક્તિઓને ૨૫૦ જેટલા વાલ્વ મફતમાં આપવામાં આવ્યા છે,
જે મિત્રો અમને આ કામની માટે મદદ કરતા હતા તેઓની પાસે પણ હાલ પૈસા પુરા થઇ ગયા તો અમને જેટલામાં આ વાલ્વનું મટેરીઅલ પડે છે તેટલામાં જ અમે આ વાલ્વ આપી દઈએ છીએ, અમે એમાં એક રૂપિયો પણ વધારે નથી લેતા. અગાઉ જ્યાં સુધી આ સંક્રમણ ચાલુ રહેશે ત્યાં સુધી આ કીટ બનાવવાની રાખીશું.