અમદાવાદમાં એક દીકરીએ એકલા પડી ગયેલા પોતાના પિતાના ૭૧ વર્ષની ઉંમરે બીજા લગ્ન કરાવ્યા… શું તમે પણ પોતાના મા-બાપ માટે એવું કરી શકો છો?

અમદાવાદથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ૭૧ વર્ષની ઉંમરે વ્યક્તિએ પોતાના બીજા લગ્ન કર્યા. 71 વર્ષની ઉંમરે વ્યક્તિએ બીજા લગ્ન કરતા આ ઘટનાના ફોટા હાલ સોસીયલ મીડિયા પર ખુબજ વાઇરલ થઇ રહ્યા છે. આ વ્યક્તિએ તેની પત્નીના મૃત્યુના 5 વર્ષ પછી બીજા લગ્ન કર્યા હોવાનું તેમના પરિવાર દ્વારા જાણવા મળી રહ્યું છે.

આ વ્યક્તિના છોકરાઓ પણ તેમના પિતાના બીજા લગ્નથી ખુબજ ખુશ છે અને તેમના છોકરા ઓએ જ તેમના પિતાના બીજા લગ્નના ફોટા સોસીયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું હતું કે

કોઈપણ વ્યક્તિને એકલા રહેવાનો અધિકાર નથી અને વ્યક્તિ કોઈપણ ઉંમરે પોતાનો જીવન સાથી નક્કી કરિ શકે છે અને તેમની સાથે લગ્ન પણ કરિ શકે છે. જે પછી વૃદ્ધ હોય કે યુવાન એનાથી કોઈ જ ફરક નથી પડતો.

હાલ આ ફોટાઓને લોકો સોસીયલ મીડિયા પર ખુબજ લાઈક અને શેર કરિ રહ્યા છે અને આ નવ દંપતીને નવા જીવનની શુભકામનાઓ આપી રહયા છે. આ વ્યક્તિની પત્ની 5 વર્ષ પહેલા જ અવસાન પામી હતી

અને તેથી તેઓ ખુબજ એકલા પડી ગયા હતા કારણ કે તેમના છોકરાઓ પણ પોત પોતાની લાઈફમાં સેટ થઇ ગયા છે. માટે આ વ્યક્તિની દીકરી એ તેમને બીજા લગ્ન કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું અને તેને તેના પિતાના 71 વર્ષની ઉંમરે બીજા લગ્ન કરાવ્યા હતા.

error: Content is protected !!