૭૦ વર્ષના આ દાદાએ તેમના ગામના ખેડૂતો માટે સિંચાઇની વ્યવસ્થા કરવા માટે ત્રણ કિલોમીટર દૂરથી તેમના ગામ સુધી એકલા હાથે ચાર કિલોમીટર સુધી કેનાલ ખોદીને ગામ માટે ભલાઈનું કામ કર્યું.

આજે દેશમાં ઘણા એવા ખેડૂતો છે અને જુદી જુદી ખેતી કરે છે, પણ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં જમીન તો છે પણ પાણીની વ્યવ્યસ્થા નથી. એટલે તે જમીનમાં કોઈ પણ પાક વાવવામાં આવતો નથી અને તે જમીન સૂકી જ રહે છે.

આપણે બધા જ લોકો જાણીએ છીએ એવી જ રીતે બધા જ ખેડૂતો હાલમાં કેનાલથી પાણીની વ્યવસ્થાથી પાણી ખેતર સુધી લાવે છે અને સિંચાઇની સુવિધા મેળવે છે.આજે આપણે એક એવા જ ૭૦ વર્ષના દાદા વિષે જાણીએ જેઓએ જાતે જ કેનાલ બનાવીને તેમના વિસ્તારના ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ લાવ્યા હતા.

આ દાદાનું નામ લોંગી ભુઈયા છે અને તેઓ બિહારના નક્સલ પ્રભાવિત બાંકે બજાર બ્લોકના સુદૂર લુટુઆ પંચાયતમાં આવતા જમુનિયા અહર કોટિલ્વા ગામના રહેવાસી છે. ત્યાં જળ સંરક્ષણ માટે સતત પ્રયત્નો પણ ચાલી રહ્યા છે,

લોંગી હંમેશા માટે એક જ વાત વિચારતા હતા કે તેમના ગામમાં સિંચાઇની સુવિધાઓ હોવી જોઈએ જેથી તેમના ગામના ખેડૂતોની મુશ્કેલીઓ દૂર થઇ જાય. તો તેઓએ એકલા હાથે જ પ્રયન્ત કરવાનું ચાલુ કર્યું.

લોન્ગીએ પહાડોમાંથી આવતા પાણીને સિંચાઈ માટે તેમના ગામ સુધી પહોંચાડવાના આશયથી ત્રણ કિલોમીટર સુધીની લાંબી કેનાલ બનાવીને પાણી તેમના ગામ સુધી પહોચાડ્યું હતું.

તેઓએ એકલા હાથે આ બધું જ ખોદકામ કર્યું હતું અને પાઈપલાઈન ખોદી હતી, આજ કારણથી તેમને આજે બધા જ લોકો કેનાલમેન તરીકે ઓળખે છે, તેમના ગામમાં સિંચાઇની સુવિધા લાવીને આ દાદાએ એક ભલાઈનું કામ કર્યું છે. લોન્ગિએ ઘણી મહેનત કરી હતી અને તે પણ એકલા હાથે કરી હતી.

error: Content is protected !!