૭ વર્ષ પોતાના હાથમાં રમાડેલો દીકરો અચાનક દુનિયા છોડી ગયો, તો માં મોગલે ફરી પોતાની નિશાની વાળો દીકરો આપી દંપતીની શેર માટીની ખોટ પુરી કરી.

માં મોગલના પરચાની વાત થાય એમ નથી. આજ સુધી મોગલના દરબારમાંથી કોઈપણ વ્યકતિ દુઃખી થઇને કયારેય પાછા નથી જતા. સાચા દિલથી જો માં મોગલને પ્રાર્થના કરવામાં આવે તો માં મોગલ તેમની માનતા જરૂરથી પુરી કરે છે.

ધનરાજ ભાઈ નામના યુવકના ઘરે એક દીકરાનો જન્મ થયો હતો. દીકરાનો જન્મ થતા આખો પરિવાર ખુબજ ખુશ હતો. દીકરો ૭ વર્ષનો થયો ત્યારે અચાનક તેનું મૃત્યુ થઇ ગયું.૭ વર્ષના દીકરાનું મૃત્યુ થઇ જતા દંપતી ખુબજ દુઃખમાં પોતાનું જીવન જીવી રહયા હતા.

ધનરાજ ભાઈ અને તેમની પત્નીને કોઈ સંતાન ન હતું તો આખરે ધનરાજ ભાઈએ મોગલ માં ને પ્રાર્થના કરી કે માં આમારા ઘરે પારણું બંધાય એવા આશીર્વાદ આપો. ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે જો નિશાન વાળો દીકરો જન્મે તો માનજો કે માં મોગલે દીકરો દીધો છે.

તે સમયે ધનરાજ ભાઈએ માનતા રાખી હતી કે જો તેમના ઘરે દીકરાનો જન્મ થશે તો હું ૧૩ હજાર રૂપિયા માં મોગલના ચરણોમાં આવીને ચઢાવીશ. માં મોગલે તેમની પ્રાર્થના સ્વીકારી અને તેમાં ઘરે ફરી દીકરાનો જન્મ થયો અને દીકરાને નિશાન હતું. આ જોઈને ધનરાજ ભાઈ સાચેમાં માની ગયા કે માં મોગલના પરચા અપરંપાર છે.

તે પોતાના દીકરાને લઈને મણિધર બાપુના ચરણોમાં પહોંચ્યા અને તેમના આશીર્વાદ લીધા અને મણિધર બાપુએ કહ્યું કે આતો માં મોગલે આપેલો દીકરો છે. પછી ધનરાજ ભાઈએ ૧૩ હજાર રૂપિયામાં મોગલના ચરણોમાં આપ્યા તો મણિધર બાપુએ તરત જ તેમાં ૧ રૂપિયો ઉમેરીને ધનરાજ ભાઈની પત્નીને પાછો આપ્યો. કહ્યું માં મોગલ આપનારા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!