સલામ છે આ માતાને જે પોતાના 7 મહિનાના બાળક સાથે કોરોનામાં પોતાની ડ્યુટી કરે છે

કોરોના વાઈરસનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે.આવી સ્થિતિમાં કોરોના વોરિયર્સ લોકોના જીવ બચાવવા માટે અથાગ પ્રયાસ કરી રહ્યા છે.આ મહામારીમાં એવા કેટલાય કોરોના વોરિયર્સ છે જે પોતાના પરિવાર સાથે લોકોની સેવા માટે તત્પર છે.ત્યારે સુરતથી એક એવી જ ઘટના સામે આવી છે.જયાં એક મહિલા કર્મચારી પોતાના 7 મહિનાના બાળક સાથે પોતાની ફરજ બજાવી રહી છે.

હાલ 108 ના નર્સ તરીકે સેવા બજાવતી દિક્ષિતા વાઘાણી પોતાના 7 વર્ષના બાળકને ઘરે છોડીને 12 કલાકની નોકરી કરીને લોકોની મદદ કરી રહી છે.ત્યારે દિક્ષિતા વાઘાણીએ કહ્યું કે મને ગર્વ છે

કે મને બીજીવાર લોકોની મદદ કરવાનો મોકો મળ્યો છે.પોતાના 7 મહિનાના બાળકને ઘરે પતિ જોડે મૂકીને દિક્ષિતા લોકોની મદદ કરી રહી છે.જયારે પણ બાળકને ભૂખ લાગે ત્યારે માતાનું દૂધ પીવડાવાવમાં માટે દિક્ષિતા શહેરના કોઈ પણ ખૂણામાં હોય તેનો પતિ તેના પુત્રને લઈને ત્યાં પોહંચી જાય છે.

દિક્ષિતાએ કહ્યું કે તમને ખબર જ છે કે અત્યારે મેડિકલ સ્ટાફનું ખુબજ અછત વર્તાઈ રહી છે જો હું જ ઘરે બેસી જાઉં તો શું થાય.મને આ બીજીવાર લોકોની સેવા કરવાનો મોકો મળ્યો છે એનો મને ખુબજ ગર્વ છે.

હું મારી અને મારા છોકરાનું ખુબજ ધ્યાન રાખું છુ કે એને કોઈ વાઇરસનો ચેપ ન લાગી જાય એ માટે.દેશમાં ઘણા એવા કર્મચારીઓ છે જે પોતાના ઘરની ચિંતા કર્યા વગર લોકોની સેવા કરવામાં માટે તત્પર રહે છે.

error: Content is protected !!