૬૦ વર્ષીય વૃદ્ધે ૨૫ વર્ષીય યુવતી સાથે લગ્ન કર્યા,યુવતીએ લગ્નના એક અઠવાડિયામાં એવું કાંડ કર્યું કે તે જાણીને તમારા હોશ ઉડી જશે.
60 વર્ષના રૂપદાસ બેરાગી એક વીજ કંપનીમાંથી નિવૃત્ત થઈ નિવૃત જીવન જીવતા હતા અને તે નૌગાંવની સાઇ ધામ કોલોનીમાં રહે છે. રૂપદાસની પહેલી પત્નીનું વર્ષ 1992 માં જ મૃત્યુ થયું હતું. તેને કોઈ સંતાન નહોતું, પોતાની એકલતા અને વૃદ્ધાવસ્થાથી કંટાળીને આખરે રૂપ દાસે 60 વર્ષે લગ્ન કરવાનું નક્કી કર્યું અને તેના મિત્ર અશોક પ્રજાપત સાથે લગ્ન કરવા વિષે ચર્ચા કરી.
જે બાદ તેને પોતાના મિત્ર અશોક પાસેથી એક વિધવા મહિલાનો કોન્ટેક મળ્યો.અશોક તે સ્ત્રીને બીજા જ દિવસે, ઘરે લાવ્યો, જેનું નામ પૂજા હતું. આ સિવાય તેણે તેની સાથે બીજા એક વ્યક્તિ હતો તે તેનો ભાઈ હતો, જેનું નામ તે જીતેન્દ્ર હતું. અશોકે રૂપદાસને કહ્યું કે તેને આ પરિવારની ચિંતા કરવાની જેવી નથી એકદમ સીધા છે.
સંતોષી માતાના મંદિરમાં અશોકે બંનેના લગ્ન કરાવ્યા. લગ્ન સમાપ્ત થયા બાદ રૂપદાસ પૂજાના આદર સાથે ઘરે ગયો અને આલમારી અને ઘરની ચાવી આપી. લગ્નના થોડા જ દિવસો પછી રૂપ દાસ ઘરના બીજા માળે મકાનની સફાઇ કરી રહ્યા હતા, ત્યારે તેણે મદદ માટે પૂજાને અવાજ આપ્યો.
જ્યારે તેને પૂજાનો કોઈ અવાજ ન સંભારતાં તે નીચે ગયો. ત્યાં તેણે પોતાની તિજોરી ખુલ્લી જોઈ. તિજોરી નજીકથી જોયા બાદ તેને ખબર પડી કે તેમાંથી 3 લાખ રૂપિયા રોકડ અને કેટલાક સોના-ચાંદીના દાગીના ગાયબ છે. જે પછી તેણે અશોકને ફોન કર્યો, તેને કહ્યું કે તે જલ્દીથી તેની પાસેથી તમામ પૈસા અને દાગીના પાછા આપાવશે.
પૈસા પાછા ન મળતાં બેરાગીએ આની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી, ત્યારબાદ પોલીસે અશોકને કસ્ટડીમાં લીધો હતો. તેની પૂછતાછ કર્યા બાદ પોલીસને જાણવા મળ્યું કે મહિલાનું કોઈ ઠેકાણું નથી, ફક્ત મોબાઇલ નંબર જ તેના સુધી પહોંચવાનો એક રસ્તો હતો. આ પછી પોલીસે અશોકની પત્ની પાસે ફોન કારવીને પૂજાને કહેવડાવ્યું કે અશોક ખૂબ બીમાર છે, જેથી ફોન પર અશોકના સમાચાર સાંભળ્યા બાદ, પૂજા તેમને મળવા તેના ઘરે પહોંચી હતી.જે બાદ પોલીસે પૂજાની સાથે અશોકની ધરપકડ કરી હતી.