આ માં પોતાની ૬ મહિનાની દીકરીને ઘરે રડતી મૂકીને લોકોના જીવ બચાવી રહી છે.
કોરોનામાં સેવા આપતા અમુક કોરોના વોરિયર્સની લોકોની સેવા કરવાની ભાવના જોઈને દિલથી સલામ કરવાનું મન થાય છે. વાત કરીએ રાજકોટની એક માતાની તો તે પોતાની 6 મહિનાની બાળકીને ઘરે મૂકીને પોતાની ફરજ બજાવવા માટે જાય છે. પોતાની 6 મહિનાની બાળકીને રડતી મૂકીને શ્રુતિ બેન કોરોના દર્દીની સેવા માટે જાય છે.
શ્રુતિ બેન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે પોતાની ફરજ બજાવે છે. હાલ તેમની ડ્યુટી રસીકરણ પ્રોગ્રામમાં લગાવાઈ છે અને રસીકરણને વેગવંતુ બનવવા માટે એક પણ રાજા લીધા વિના પોતાની ફરજ બજાવે છે. જયારે તે પોતાની ડ્યુટી પર જાય છે ત્યારે તેમની દીકરી ખુબજ રડતી હોય છે. આમ તો મેટરનિટી લિવ 6 મહિના અને બીજા 2 મહિનાની રાજાઓ મળતી હોય છે.
કોરોના કારમાં સ્ટાફના શોર્ટેજના લીધે આ વખતે એક્સટ્રા રાજાઓ નથી મળી એટલે 6 મહિનાની બાળકીને ઘરે મૂકીને ફરજ માટે જાઉં પડે છે. જયારે પણ શ્રુતિ બેન હોસ્પિટલ જવા માટે નિકરે છે ત્યારે તેમની દીકરી રડવા લાગે છે
અને માં વગર દીકરીને આખો દિવસ સંભારવી પરિવાર માટે ખુબજ પીડાદાયક બની જાય છે. જયારે શ્રુતિ બેન ઘરે આવે ત્યારે પહેલા નાઈને અને સૅનેટાઇઝ થઇ ને જ પોતાની દીકરીને હાથમાં લે છે ભલે તે તેમને જોઈને રડતો હોય. બંને પતિ અને પત્ની નોકરી કરે છે. જયારે શ્રુષ્ટિ બેન નોકરી પર જાય ત્યારે તેમના પતિ ઘરે રહીને દીકરી સંભારે છે.