છ દિવસ પછી બે દીકરીઓના લગ્ન થવાના હતા તો આખો પરિવાર ખુબ જ ખુશ હતો, બધી તૈયારીઓ પણ થઇ ગઈ હતી અને થયું એવું કે બે દીકરીઓની ડોલી ઉઠવાની પહેલા જ પિતાની અર્થી ઉઠી તો આખો પરિવાર શોક મગ્ન બની ગયો.

ઘણા એવા બનાવો આપણી આસપાસ બની જતા હોય છે, હાલમાં એક એવો જ દુઃખદ બનાવ બન્યો છે જે પાલી જિલ્લાના દેસુરીમાં રહેતા હેડ કોન્સ્ટેબલ સાથે થયો છે. તેમને ૨ દીકરીઓ છે અને તેમના લગ્ન આવનારી ૨૮ નવેમ્બરે થવાના હતા અને આ કોન્સ્ટેબલનું મૃત્યુ ૨૨ નવેમ્બરે થઇ ગયું હતું, આ કોન્સ્ટેબલને કેન્સરની બીમારી હતી.

લગ્નની બધી જ તૈયારીઓ ઘરમાં એક બાજુએ થઇ ગઈ હતી અને તેની પહેલા જ પિતાએ આંખો મીંચી દીધી હતી તો કન્યાદાન કરવાની બદલે પિતાની અર્થી ઉઠી તો આ જોઈને આખો પોલીસ સ્ટાફ અને આખો પરિવાર ભાવુક થઇ ગયો હતો. આ દુઃખદ બનાવ બનવાથી ઘરમાં ખુશીનો માહોલ હતો અને તેની પહેલા જ શોકના વાદળો છવાઈ ગયા હતા.

આ કોન્સ્ટેબલનું નામ માંગીલાલ છે અને તેઓ રાજસમંદ જિલ્લાના હેડ કોન્સ્ટેબલના મંગળવારે સાંજના સમયે ભીની આંખે અંતિમ વિદાય આપી હતી, બંને દીકરીઓની જયારે ડોલી ઉઠવાની હતી તેની પહેલા જ પિતાની અર્થી ઉઠી આ જોઈને આખું ગામ પણ શોક મગ્ન થઇ ગયું હતું. આ કોન્સ્ટેબલ રાજસ્થાનના પાણીમાં આવેલા દેસુરીના ભૈરવ નગરના રહેતા હતા.

તેમને ફેબ્રુઆરી મહિનામાં બીમાર થયા હતા એટલે તેઓએ રજાઓ લીધી હતી, અને તેમની બે દીકરીઓના નામ મમતા અને કવિતા છે તેમના લગ્ન થવાના હતા એટલે આખો પરિવાર ખુબ જ ખુશ હતો, પણ તેની પહેલા જ માંગીલાલનું બીમારીને લીધે દીકરીઓના લગ્ન પહેલા જ અવસાન થઇ ગયું તો આખો પરિવાર ધ્રુસકે રડવા લાગ્યો.

error: Content is protected !!