પતિની ચિતા સામે રડી રહેલી માતા અને બહેનને 5 વર્ષનો નાનો ભાઈ સાંત્વના આપી રહ્યો છે. આ સ્થિતિ જોઈને તમે પણ રોઈ પડશો.

કોરોનાની બીજી લહેર આખા દેશમાં પોતાનો કહેર વરસાવી રહી છે.દેશની લગભગ બધી હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઈ રહી લોકોને સારવાર માટે હોસ્પિટલોમાં બેડ નથી મળી રહ્યા.કોરોનાની બીજી લહેરમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

ત્યારે સોસીયલ મીડિયામાં એક વિડીયો વાઇરલ થઇ રહ્યો છે જેમાં કોરોનાથી પિતાનું મૃત્યુ થવાથી માતા અને પુત્રી હૈયાફાડ રુદન કરી રહ્યા છે અને તે બંનેને 5 વર્ષનો માસુમ પોતાની માતા અને બહેનને સાંત્વના આપી રહ્યો છે.

આ કરુણ દ્રશ્ય જોઈને કોઈ પણ વ્યક્તિના આંખમાં આંસુ આવી જશે.આ વિડીયો મધ્યપ્રદેશના શિહોર જિલ્લાનો છે.પતિનું કોરોનાથી મૃત્યુ થવાથી પત્ની અને પુત્રી સ્મશાન માંજ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા છે.ત્યારે નાનો ભાઈ પોતાની માતા અને બહેનને સાંત્વના આપી રહ્યો છે.સ્મશાનમાં આ ત્રણેય સિવાય પરિવારનું બીજું કોઈ સદસ્ય ન હતું.

ત્યાં ઉભેલા એક વ્યક્તિએ આ વિડીયો બનાવ્યો હતો અને કહ્યું કે આમના પરિવારમાં ઘણા લોકો છે પણ કોઈ સ્મશાનમાં લાશને અગ્નિ આપવા માટે કે આમને સાંત્વના આપવા માટે કોઈ આવ્યું નથી.આ મહિલાના બે નાના બાળકો છે

અને એ ત્રણેય એકલા અહીં આવ્યા છે.પરિવારનું બીજું કોઈ મોટું સદસ્ય હાજર ન હોવાથી નાનો ભાઈ પોતાની માતા અને બહેનને સાંત્વના આપી રહ્યો છે, માસ્ક પહેરો અને પોતાનું અને પરિવારનું ધ્યાન રાખો આવા સમયે કોઈ સબંધી પણ તમારા કામમાં નહિ આવે.

error: Content is protected !!