ફક્ત ૧૫ દિવસમાં જ કોરોના આખા પરિવારને ભરખી ગયો હવે આ પરિવારમાં ૫ બાળકો જ વધ્યા છે, હવે આ બાળકોનું કોણ?
કોરોનાની બીજી લહેરમાં આખાને આખા પરિવાર ઉજડી ગયા છે. આ ઘટના મધ્યપ્રદેશના બાલાઘાટની છે . જ્યાં માત્ર 15 દિવસ માંજ ઘરના 5 સભ્યોને ભરખી ગયો કોરોના અને હવે માત્ર આ પરિવારમાં 5 બાળકો જ બચ્યા છે. પહેલા દાદા, દાદી એના પછી તેમના બે છોકરા અને તેની પત્ની હવે આ ઘરમાં એક મહિલા અને બંને ભાઈઓના 5 બાળકો જ વધ્યા છે.
ઘરમાં કોરોના સંક્રમણ થતા એક પછી એક એમ 15 દિવસમાં 5 લોકોના મૃત્યુ થઇ ગયા. જે ઉંમરમાં બાળકોને માતા પિતાના સહારાની ખુબજ જરૂર હોય છે અને આ ઉમર માંજ આ બાળકો અનાથ થઇ ગયા.
હવે આ બાળકો સરકાર પાસેથી મદદની ભીખ માંગી રહ્યા છે. કારણ કે આ ઘરમાં હવે કમાવાવાળું કોઈ નથી બચ્યું. ત્યારે આ પરિવારના 5 બાળકોને હવે સરકાર તરફથી કઈ મદદ મળે એવી આશા છે.
કોરોનાએ આ સમયમાં ઘણા ઘરોના માળાઓને વિખેરી નાખ્યા છે. કોરોનાએ આ બાળકોને અનાથ કરી દીધા. હવે આ 5 બાળકોને કોઈના સહારાની ખુબજ જરૂર છે. આગળ આ બાળકોનું આખું જીવન પડ્યું છે.
તેમનો અભ્યાસ પણ હજુ પૂરો નથી થયો કે કોઈ બહાર જઈને નોકરી કરીને પોતાના પરિવારનું પેટ ભરી શકે. માટે હવે આ બાળકો પાસે મદદ સિવાય બીજો કોઈ પણ રસ્તો નથી બચ્યો.