૫ દીકરા હોવા છતાં આજે આ ઘરડી માં ને પોતાના બે ટાઈમના જમવા માટે પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવવા પડી રહ્યા છે. આવા દીકરા ભગવાન કોઈને ના આપે.

કેવું કળિયુગ આવી ગયું છે.જે મા એ જન્મ આપ્યો પોતે તકલીફો વેઠીને પોતાના છોકરાઓને મોટા કર્યા અને હવે એજ છોકરાઓ પોતાની મા ને ઘરમાં રાખવા માટે તૈયાર નથી. એવી જ એક ઘટના સામે આવી છે.

એક ઘરડી માં ના 5 દીકરા હોવા છતાં પણ એક પણ છોકરો પોતાની મા ને રાખવા માટે તૈયાર નથી. આ ઘરડીમાં આજે બે ટાઈમના જમવા માટે દર દરની ઠોકરો ખાવા માટે મજબુર બની ગઈ છે.

આ ઘટના મધ્યપ્રદેશના રાજગઢના દેવીખેડા ગામનો છે. દેવીખેડા ગામની રામકુંવર બાઈ પોતાના પતિના મૃત્યુ પછી એકલી રહી રહી છે. રામકુંવર બાઈના 5 છોકરાઓ છે પણ બધા જ છોકરાઓ લગ્ન થયા પછી અલગ રહેવા લાગ્યા છે. પોતાની ઘરડી મા ને પોતાના ઘરે રાખવા માટે પાંચ માંથી એક પણ છોકરો તૈયાર નથી.

જે માં એ તકલીફો વેઠીને 5 દીકરાઓ ને મોટા કર્યા ભણાવ્યા તેમના લગ્ન કરાવી આપ્યા. આજે એ જ કપૂતો પોતાની ઘરડી મા ને બે ટાઈમનું જમવાનું આપવા માટે પણ તૈયાર નથી. 5 છોકરાઓની માં હોવા છતાં

પણ આજે પોતાના હક માટે પોલીસ સ્ટેશનના દરવાજા ખટખટાવા પડી રહ્યા છે. પોલીસે તેમના 5 એ છોકારોને સમજાવવાની કોશિશ કરી પણ તે નહિ માન્યા. આ પછી પોલીસે પાંચે છોકરો વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. આવા છોકરાઓ કરતા તો ભગવાન છોકરા ના આપે એ સારું.

error: Content is protected !!