આ ભાઈએ તેનો પોતાનો ધંધો ચાલુ કરવા માટે ૩ મહિના સુધી રોડ ઉપર ખમણ વેચીને નવો ધંધો ચાલુ કર્યો…
હાલ દેશભરમાં લોકો કોરોનાના કહેરથી ત્રાહિમામ થઇ ગયા છે, જેથી હાલ લોકોંને તેમનું ગુજરાન ચલાવવાની માટે પણ બહુ જ મોટી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. તેની વચ્ચે લોકોને પોતાનું ગુજરાન ચલાવવાની માટે ઘણી મોટી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.
તેવો જ એક કિસ્સો સુરતનો છે કે જ્યાં, આ એક ભાઈ જેનું નામ રામભવન છે અને તે હાલમાં સુરતમાં અડાજણ વિસ્તારમાં એકલો રોડ ઉપર રહીને તેનું ગુજરાન ચલાવી રહ્યો છે.
તેના પરિવારમાં તેના પિતાજી, માતાજી અને તેના ભાઈ અને ભાભી રહે છે. તેનું લગ્ન હજુ નથી થયું એટલે તે તેથી કોઈ તકલીફ ના પડે તેની માટે આમ રોડ ઉપર રહીને તેનું ગુજરાન ચલાવી રહ્યો છે. તે મૂળ યુપીનો છે.
તે હાલ આ જગ્યાએ છેલ્લા ૨ મહિનાથી અહીંયા રોડ ઉપર રહીને તેનું ગુજરાન ચલાવી રહ્યો છે. તેને સિલાઈનું કામ ઘણા વર્ષોથી આવડે છે, રામભવન પહેલા જ્યાં કામ કરતો હતો ત્યાં તેના શેઠે કાઢી મુક્યો હતો.
ત્યારબાદ મેં રોડ ઉપર ખમણ વેચીને જે પૈસા બચ્યા હતા તેનાથી આ સિલાઈ મશીન લાવીને હાલ અહીંયા સિલાઈ કામ કરે છે. તેને હાલમાં દિવસના ૩૦૦ થી ૪૦૦ રૂપિયા કમાઈ લઉં છું, કોઈક વાર ઓછા પણ મળે છે અને આ તો રોજના ધંધા ઉપર હોય છે.
જયારે આ રામભવનને પૂછવામાં આવ્યું તો તેને એવું કહ્યું હતું કે, હાલ આખો દિવસ અહીંયા રોડ ઉપર જ કામ કરું છું અને રાત્રે ખાઈને અહીંયા જ રોડ ઉપર સુઈ જાઉં છું. લોકડાઉનના સમયે અમે લોકો ગામડે હતા અને ત્યાં અમે બહુ જ મહેનત કરી છે અને હાલમાં પણ ઘણી મુશ્કેલીઓ પણ પડી રહી છે.