ઉત્તરાખંડની આ દીકરીએ ઓલમ્પિકમાં હેટ્રિક ગોલ કરીને હોકીની મેચ ભારતને જીતાડી, હેટ્રિક ગોલ કરનારી ઓલમ્પિકમાં પહેલી મહિલા બની, જે દેશ માટે ગર્વની વાત છે.

હાલમાં ટોક્યો ઓલમ્પિક ચાલી રહી છે અને એવામાં આપણા ભારત દેશનું નામ કરનારી ઘણી દીકરીઓ વિષે આપણે જાણ્યું હશે. આ દીકરીઓએ દેશ માટે ઘણા મેડલ્સ પણ લઈને આવી છે જેથી વિદેશમાં પણ ભારતનો ડંકો વગાડીને આવી છે. હાલ ફરી એક વખતે ટોક્યો ઓલમ્પિકમાં હોકીની ગેમમાં હેટ્રિક ગોલ કરીને આ મેચમાં જીત મેળવી હતી.

આ દીકરી ઉત્તરાખંડના હરિદ્વારમાં આવેલ રોશનબાદમાં રહેતી ભારતની હોકીની ખેલાડી જેમનું નામ વંદના કટારીયા છે. તેઓએ આ ઓલમ્પિક મેચોમાં હેટ્રિક ગોલ કરવા વાળી પહેલી જ ખેલાડી છે

અને આ મેચમાં ગોલ કરવાથી સાઉથ આફ્રિકાની ટીમ સામે જીત મેળવી લીધી છે. તેઓના આ હેટ્રિક ગોલ કરવાથી તે ભારતની અને ઓલમ્પિકની હેટ્રિક ગોલ કરવાવાળી પહેલી મહિલા બની ગઈ અને મેચ જીતીને એક અલગ જ ઇતિહાસ રચી દીધો હતો.

વંદના પહેલા ખો-ખો પ્લેયર બનવા માંગતી હતી, પણ તેની સ્પીડ સારી હોવાથી તેને હોકી રમવાનું ચાલુ કર્યું હતું. વર્ષ ૨૦૦૫ માં તેમની પાસે હોકીની ટ્રેનિંગ મેળવવા માટે પણ પૂરતા પૈસા નહતા પણ તેમના પિતાએ કોઈની પાસે ઉધાર પૈસા લઈને વંદના કટારીયાને આગળ ટ્રેનિંગ અપાવી હતી. તેના પછી તેઓએ પુરેપુરી ટ્રેનિંગ મેળવી લીધી હતી.

આ ઓલમ્પિક યોજાવવાની હતી તેની પહેલા જ વંદનાના પિતા નાહર સિંઘનું મૃત્યુ ઓલમ્પિકના ત્રણ મહિના પહેલા મૃત્યુ થઇ ગયુ હતું અને પિતાની યાદને જ દીકરીએ પ્રેરણા બનાવી લીધી હતી.

તેઓએ ઓલમ્પિક મેડલ જીતવું એ જ તેમનું એકમાત્ર લક્ષ બનાવી દીધું હતું. વંદનાનું વર્ષ ૨૦૧૦ માં નેશનલ હોકી મહિલા ટીમમાં સિલેક્શન થઇ ગયુ અને તેઓએ પાછું વાળીને કોઈ દિવસ નહતું જોયું અને આગળ વધતા ગયા. જેથી આજે તેઓએ હેટ્રિક ગોલ કરીને દેશનું નામ રોશન કર્યું છે અને ઓલમ્પિકમાં પહેલા મહિલા હેટ્રિક હોકીની રમતમાં ગોલ કરનારા બન્યા.

error: Content is protected !!