નરેન્દ્ર મોદી અને જશોદા બેન પોતાના 3 વર્ષના લગ્નમાં 3 દિવસ જ જોડે રહ્યા હતા.
આજે ગામના સરપંચ પણ પોતાનું આલીશાન ઘર બનાવીને રહેતા હોય છે. ત્યારે દેશના પ્રધાનમંત્રીની પત્ની આજે પણ એક જર્જરિત મકાનમાં રહે છે. આના અપરથી એક અનુમાન લગાવી શકાય છે
કે જશોદા બેન સાદગી અને ત્યાગ ભર્યું જીવન જીવે છે. જશોદા બેન પોતાના પેંશનથી પોતાનું ગુજરાન ચલાવે છે. આજે પણ જશોદા બેન તેમની સાસરીવાળા અને મોદી વિરુદ્ધ એક પણ શબ્દ સાંભરી શકતા નથી.
આજે પણ જશોદા બેન નરેદ્ર મોદીનો એક ફોટો પોતાની પાસે રાખે છે અને ફોટાની દરરોજ પૂજા કરે છે. જશોદા બેન પહેલા શિક્ષિકા હતા અને અત્યારે તેમને 14000 રૂપિયાનું પેંશન મળે છે.
જયારે જશોદા બેનનું ઇન્ટરવ્યૂ થયું ત્યારે તેમને કયું કે મોદી જરૂર પ્રધાન મંત્રી બનશે. તેમના લગ્ન 17 વર્ષની ઉંમરે થયા હતા અને અલગ થયા પછી બંને વચ્ચે ક્યારેય સંપર્ક થયો ન હતો.
જશોદા બેનએ કહ્યું કે અમારા લગ્ન 3 વર્ષ સુધી ચાલ્યા અને એ 3 વર્ષમાં અમે 3 દિવસ જ સાથે રહ્યા છીએ. નરેન્દ્ર મોદીથી અલગ થવાનો નિર્ણય જશોદા બેનએ જ લીધો હતો. જયારે તેમને પૂછવામાં આવ્યું કે તમે બીજા લગ્ન કેમ નથી કર્યા ત્યારે તેમને કહ્યું કે હું મારા લગ્નમાં દિલથી જોડાયેલી હતી માટે મેં બીજા લગ્ન નથી કર્યા.