૩-૩ દીકરાઓ હોવા છતાં પણ મારે માંગીને ખાવું પડે છે…
દુનિયાભરમાં એવા કેટલાક લોકો રહેતા હોય છે કે જેમને ૨ ટાઈમનું ખાવાનું પણ નથી મળતું હોતું અને તેની માટે તે લોકોને ઘણી બધી મહેનત કરીને તેમનું ગુજરાન ચલાવવું પડે છે.આજે તેવો જ એક કિસ્સો સુરતનો છે કે,જ્યાં એક દાદીમાને ૩ દીકરાઓ હોવા છતાં પન્ન તેમના ગુજરાન ચલાવવાની માટે ઘણી મહેનત કરીને માંગીને ખાવું પડે છે.
હાલમાં લોકો સ્વાર્થી બની ગયા છે,તેઓ કઈ પણ વિચાર્યા વગર જ દરેકે દરેક વસ્તુઓમાં પોતેપોતાનો જ સ્વાર્થ જોતા હોય છે.આ દાદીમાનું નામ સરૂબેન છે,તેમની ઉંમર હાલમાં ૬૫ વર્ષની છે.
તેમના પરિવારમાં તેઓ અને તેમનો એક દીકરો હાલ રહે છે.બીજા દીકરાઓ ગામડે રહે છે.તેઓ જે દીકરાની સાથે રહે છે તે દીકરાને ટીબીની બીમારી છે અને આ દાદીનું પણ પહેલા એક્સીડંટ થયેલું છે જેથી તેઓના પગમાં સરિયો પણ નંખાયેલો છે.
આ દાદીમા એક ઝુંપડાઓમાં રહીને હાલ તેમનું ગુજરાન છલાવે છે,તેમને પગમાં રહેલો સરિયો કઢાવવો છે પણ તેમની પાસે હાલ એટલા પૈસા નથી.પૈસાના અભાવને લીધે તેમને હાલમાં ખાવાના પણ ફાંફા પડે છે.તેઓ એવું કહે છે કે,તેમને ખાવાનું આજુબાજુ વારા આપે છે એટલે ખાય છે.
દાદીમાના લગ્ન થયા ત્યારથી જ તેઓ આ ઝૂંપડપટ્ટીમાં રહે છે અને તેઓનું ગુજરાન ચલાવી રહ્યા છે,તેમને એટલી બાંધી તકલીફો પડી રહી છે કે જેથી કરીને તેઓ તેમનું ગુજરાન પણ સારી રીતે નથી ચલાવી શકતા.
મારા ચાર દીકરા હતા જેમાં એક ગુજરી ગયો છે બીજા ગામડે રહે છે અને એક મારી સાથે રહે છે પણ તે બીમાર રહે છે અને એકેય દીકરાઓ મને કમાઈને પણ નથી ખવડાવતા.