બે મિત્રો બાઈક લઈને કામ અર્થે બજારમાં ગયા અને કામ પૂરું કરીને ઘરે આવતી વખતે થયું એવું કે એક મિત્રની આંખો સામે જ બીજો મિત્ર દુનિયાને અલવિદા કહી ગયો.

માર્ગ અકસ્માતના બનાવો આજે રોજે રોજ બનતા જ રહે છે અને તેમાં પણ કેટલાય નિર્દોષ લોકોના મૃત્યુ થઇ જતા હોય છે. હાલમાં રાજ્યમાં એક પણ દિવસ એવો પસાર ના થયો હોય કે એ દિવસે અકસ્માતનો બનાવ ના બન્યો હોય,

હાલમાં એવો જ દુઃખદ બનાવ મહેસાણામાં બન્યો છે જ્યાં બસની ટક્કરથી બાઈક સવાર યુવકનું મૃત્યુ થઇ ગયું હતું.લીંચ ગામનો યુવક પોતાના મીત્ર સાથે બાઈક પર આંબલિયાસણ કામ અર્થે ગયો હતો,

વિજય ઠાકોર તેમના મિત્ર મેહુલજી સાથે ગયા હતા. ત્યાં કામ પૂરું કરીને પાછા આવતી વખતે ભાકડીયા ગેરતપુર વચ્ચે એક બસની સાથે બાઈકની ટક્કર થઇ ગઈ હતી. જેમાં વિજયભાઈ બાઈક નીચે આવી ગયા હતા અને તેથી તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થઇ ગયું હતું.

બાઈક પણ બસની નીચે આવી ગયું હતું અને તેમના મિત્રને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બનાવ પછી અહીંયા લોકો ભેગા થઇ ગયા હતા અને તેમના મિત્રને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. આ ઘટના બન્યા પછી ઘટના સ્થળે લોકો ભેગા થઇ ગયા હતા અને પોલીસને આ બનાવ વિષે જાણ કરી દીધી હતી.

જયારે વિજયભાઈના પરિવારના લોકોને આ બનાવ વિષે જાણ થઇ તો બધા જ લોકો ઘણા દુઃખી થઇ ગયા હતા. જુવાનજોધ દીકરાના મૃત્યુ બાદ તેના માતા-પિતાની આંખોમાં આજે પણ આંસુ વહી રહ્યા છે અને બધા જ લોકો દુઃખી થયા છે. આજે અકસ્માતના બનાવો ઓછા થવાનું નામ જ નથી લેતા અને કેટલાય લોકો તેમના તેમનો જીવ ગુમાવી દેતા હોય છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!