૨૭ વર્ષની ઉંમરે આ યુવક આખા વિશ્વમાં ૧૨૭ જેટલા દેશોમાં ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો ધંધો કરીને લાખો રૂપિયાની કમાણી કરે છે.

તમે પણ જાણો છો કે જો જીવનમાં સફળતા મેળવવી હોય તો તેના માટે પરિશ્રમ કરવો જરૂરી છે,પરંતુ એવું પણ નથી કે અભ્યાસ કર્યો હોય તો જ તમે જીવનમાં સફળતા મેળવી શકો.ઘણા એવા પણ લોકો જોયા છે કે અભ્યાસમાં ઓછા હોય છે.

પણ તેમની મહેનતથી કરોડો રૂપિયાની સંપત્તિના માલિક બની જતા હોય છે. તમારી બુદ્ધિથી પણ જીવનમાં કંઈકકરવું હોય તો સફળતા મેળવી શકાય છે.તેવી જ એક કહાની વિષે વાત કરીએ

ગુજરાતમાં આવેલું અમરેલી જિલ્લાના નાનકડા ગામનો છે આ વતની.તેમની ઉંમર ૨૭વર્ષ છે.અને તેમને ભણવાની ઈચ્છા નહોતી,પરંતુ માતા-પિતાની શરમની લીધે ભણવા જતા હતા,પરંતુ તેમને નાનપણથી આયાત અને નિકાસના ધંધા પર નજર હતી.

પણ તેમના પર કોઈને વિશ્વાસ નહતો તેમ છતાં તેઓએ વિચારી લીધું હતું કે હું કરીશ તો આયાત-નિકાસનો ધંધો કરીશ. પરંતુ તેમને તેમના કુટુંબ તરફથી કોઈ સપોર્ટ મળ્યો નહતો.અને તે લોકોને કહેતો હતો કે એક્સપોર્ટનો ધંધો એ સોનાની લગડી છે. આવું કહીને તે તેના ધંધામાં આગળ વિચારવાનું ચાલુ કર્યું.

આ ભાઈનું નામ સતીશ હિરપરા નામ છે.તેને આ ધંધો ચાલુ કર્યો,અને દિવસે-દિવસે પ્રગતિ કરવાનું ચાલુ કર્યું. તેની અલગ-અલગ દેશોમાં પોતાની ઓફિસો કરી દીધી છે અને તેની પાસે ઇવેગ ઇન્ટરનેશનલ નામની ૬૦૦ કરોડની કંપની છે.

અત્યારે આ સતીશ હિરપરા ગુજરાતમાં ઈમ્પોર્ટ-એક્સપોર્ટમાં કિંગ ગણાવા લાગ્યો છે.બીજી મહત્વની એ વાત છે કે તે આ લાઈનમાં કઈ રીતે ધંધો કરવો એ લોકોને શીખવાડે છે.

તેમને આ ધંધો ૫ વર્ષ પહેલા વિદેશમાં માલ મોકલ્યો હતો જેમાં તેઓને ૬૦ હજાર રૂપિયાનો નફો થયો હતો.અને તેના પછી દિવસે-દિવસે મોટા મોટા કન્ટેનર મોકલવા લાગ્યો અને તેમાંથી સારો એવો નફો કમાવા લાગ્યોઅને વિદેશમાંથી કઈ વસ્તુઓ મંગાવી શકાય તેનો અભ્યાસ પણ કર્યો હતો.આ સતીશ હિરપરા આવી રીતે આયાત-નિકાસનો ધંધો કરીને પોતાનું સપનું સાકાર બનાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!